કોવિડ-૧૯ મહામારીનો લાભ લઇ વચગાળાનાં જામીન ઉપર છુટી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

કોવિડ-૧૯ મહામારીનો લાભ લઇ વચગાળાનાં જામીન ઉપર છુટી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે વચગાળાની રજા ઉપર છુટી ફરાર થઇ ગયેલ હોય જે કેદીઓને તાત્કાલિક પકડી પાડી જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે જીલ્લાના પોલીસ અધિકારીઓને જેલમાંથી સુચના આપેલ.
➡️ જે સુચના અન્વયે ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી આધારે કાચા કામના કેદી નંબર-૧૧૫૨ સંજયભાઇ ચીમનભાઇ તલસાણીયા રહેવાસી વાઘાની શેરી, ગારીયાધાર જીલ્લો ભાવનગર* વાળાને સુરત ખાતેથી હસ્તગત કરી મજકુરને ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

Translate »
%d bloggers like this: