એન.ડી.પી.એસ.ના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ નાઓએ જીલ્લાઓમાં ગંભીર ગુન્હા કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય
જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આજરોજ મહુવા પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં- ૧૧૧૯૮૦૩૫૨૦૧૩૨૧/૨૦૨૦ એન.ડી.પી.એસ. એકટ કલમ ૧૫, ૧૫(સી), ૨૯, ૨૫ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ગજાનન નારૂગર ગૌસ્વામી ઉ.વ.૩૬ રહેવાસી-પ્લોટનં-૫૭, રાધેશ્યામ પાર્ક, કોલેજની પાછળ મહુવા જી.ભાવનગર વાળાને સંજીવની હોસ્પીટલ નજીક પાલીતાણા ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા જગદેવસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: