દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે..બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે, નિલમબાગ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.ન. ૧૧૧૯૮૦૦૧૨૦૧૪૬૧/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫એ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજીયો ઉર્ફે ભુરીયો હમીરભાઇ મેર/કોળી ઉવ. ૨૨ ધંધો- કલીનર રહે. આખલોલ જકાતનાકા સામે મહાદેવનગર પ્લોટ નં. ૯૩, જલ્પા પ્રોવિઝન સ્ટોર સામેના ખાંચામાં ભાવનગરવાળાને કાળાનાળા ચોક પાસે પાસેથી પકડી, કાયદેસરની કાર્યવાહી કરી, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ તથા ડ્રા.પો.કોન્સ. ભોજાભાઇ આહીર જોડાયા હતા

Translate »
%d bloggers like this: