ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૨ કિ.રૂ.૭૫,૬૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૨ કિ.રૂ.૭૫,૬૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા આર.વી. ભીમાણી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી ૩૧મી ડિસેમ્બર સબબ દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
.
આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાનાં અલંગ મરીન પોલીસ સ્ટેશન તથા અલંગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન ભાવનગર, મથાવડા ગામે મઢુલી પાસે આવતા હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા મહેન્દ્રભાઇ ચૌહાણને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે,સુરેશભાઇ નાનજીભાઇ ઝાલા

રહે.મથાવડા તા.તળાજા જી.ભાવનગર વાળો પોતાના રહેણાંક મકાને ગે.કા ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએ સુરેશભાઇ નાનજીભાઇ ઝાલા રહે.મથાવડા તા.તળાજા જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ નહિ. આ જગ્યાએથી નીચે મુજબની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક કુલ બોટલ નંગ-૨૫૨ કિ.રૂ.૭૫,૬૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.

૧. મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML કાચની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૫૪,૦૦૦/-

૨. નાઇટ બ્લ્યુ મેટ્રો લીકવાયર ૭૫૦ ML કાચની બોટલ નંગ-૭૨ કિ.રૂ.૨૧,૬૦૦/-

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા સાહેબ, આર.વી. ભીમાણી સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર H.C. મહિપાલસિંહ ગોહિલ,મહેન્દ્રભાઇ ચૌહાણ, અરવિંદભાઇ બારૈયા તથા ડ્રાયવર પદુભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Translate »
%d bloggers like this: