નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં સિહોર મોંઘીબા જગ્યાના પ.પૂ.મહંતશ્રી જીણારામ બાપુએ સમર્થન આપ્યું


ગોહિલવાડ નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાન લઈ ને નીકળેલા ભાવનગરના જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોલીયા ને સમગ્ર સાધુ સંતો, રાજકીય લોકો, પ્રતિષ્ઠિત નાગરિકોનો સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે આજરોજ સિહોર મોંઘીબા જગ્યાના પ.પૂ.મહંતશ્રી જીણારામ બાપુએ વેગ આપ્યો અને જણાવ્યું કે નેકનામદાર પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની લોકચાહના અને પ્રજા વિષે તેમની ઉદારતા કીર્તિમાન છે અને ગોહિલવાડના મહારાજાની યાદી સ્વરૂપે એક લાગણી પ્રગટી ત્યારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તેવી અભિલાષા દર્શાવી.

Translate »
%d bloggers like this: