જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતાં ત્રણ ઇસમોને રોકડ રૂ.૧૧,૨૦૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતાં ત્રણ ઇસમોને રોકડ રૂ.૧૧,૨૦૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વરલ ગામ પાસે આવતાં પો.કોન્સ. કુલદિપસિંહ ગોહિલને વરલથી સરકડીયા જવાના કાચા કેડે રફીકભાઇ રહેમાનભાઇ ઉચડીયાની વાડીની પાસે પડતર ખુલ્લી જગ્યામા જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાનાં પૈસા-પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.તેવી બાતમી મળી આવેલ આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનાં પૈસા-પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો રોકડ રૂ.૧૧,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૧૨,૨૦૦/-૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ તથા અન્ય બે ઇસમો નાસી ગયેલ.

પકડાયેલ ઇસમોનાં નામ-સરનામા

૧. રફીકભાઇ રહેમાનભાઇ ઉચડીયા ઉ.વ.૫૫ રહે.વરલ તા.શિહોર જી.ભાવનગર
૨. કેવલ ઉર્ફે દસુ ગોવિદભાઇ બારૈયા ઉ.વ.૨૩ રહે.પ્લોટ વિસ્તાર,વરલ તા.શિહોર જી.ભાવનગર


૩. જગદીશભાઇ વશરામભાઇ ડાભી ઉ.વ.૩૮ રહે.થોરાળી પ્લોટ વિસ્તાર,તા.શિહોર જી.ભાવનગર

નાસી જનાર ઇસમોનાં નામ-સરનામા

૧. મુનાભાઇ રફીકભાઇ ઉચડીયા
૨. રોહિતભાઇ વેલજીભાઇ ચૌહાણ રહે.બંને વરલ તા.શિહોર જી.ભાવનગર

આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી કે.બી.જાડેજા તથા પો.સબ. ઇન્સ શ્રી એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. તિરૂણસિંહ સરવૈયા, પો.કો. કુલદિપ સિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, અરવિંદભાઇ બારૈયા વિગેર સ્ટાફનાં માણસો જોડાયા હતાં. આ રેઇડ દરમ્યાન નાસી જનાર ઇસમોને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે

Translate »
%d bloggers like this: