ઘોઘારોડ ગૌશાળાની પાછળ કૃષ્ણપરા શેરી નંબર ૦૩ ખાતેના રહેણાંકી માંથી (IMFL) ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૭ કિરૂ.૩૫,૧૦૦/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ઘોઘારોડ ગૌશાળાની પાછળ કૃષ્ણપરા શેરી નંબર ૦૩ ખાતેના રહેણાંકી માંથી (IMFL) ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૭ કિરૂ.૩૫,૧૦૦/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય  વિસ્તારમાંથી દારુ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુત કરવા સખત સુચના આપેલ.
.
જે અન્વયે એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તાર માં ના.રા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શિવાજી સર્કલ પાસે આવતા હે.કોન્સ જીતેંદ્રસિંહ ઝાલાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે,

દીનેશભાઇ હીમતભાઇ ચૌહાણ મુળ ગામ ખારાનુ રાજપરા તા.ઘોઘા હાલ રહે. ઘોઘારોડ ગૌશાળાની પાછળ કૃષ્ણપરા શેરી નંબર ૦૩, ભાવનગરવાળાએ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં ગે.કા (IMFL) ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ. જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા કોઈ હાજર મળી આવેલ નહી. અને સદરહું મકાનના ફળીયામાંથી (૧) MC DWELLS NO.1 SUPERIOR WHISKY (૨) BOTTOMS UP WHISKY (૩) BULLS EYE CLASSIC BLENDED WHISKY અલગ અલગ બોટલ નંગ ૧૧૭ કિરુ. ૩૧૧૦૦/- નો મુદામાલ મળી આવતા પ્રોહી.એકટ કલમઃ-૬૫(એ) (ઇ), ૧૧૬બી, મુજબ આગળની તપાસ થવા સારુ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ શ્રી એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. જીતેંદ્રસિંહ ઝાલા, મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા સાગર ભાઈ જોગદીયા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા

Translate »
%d bloggers like this: