ભાવનગરને નશા મુક્ત બનાવવા ભાવનગર એસ.ઓ.જી.નું વધુ એક સફળ ઓપરેશન

પાલીતાણાના રંડોળા ગામેથી એક ઇસમને ગાંજાના વાવેતર કરેલ છોડ નંગ-૩૯ તથા અન્ય ગાંજા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગા રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે તેના ભાગરૂપે ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબની સુચના મુજબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાને નશા મુકત કરવા સ્પેશ્યલ ઝુંબેશ આરંભ કરેલ છે


જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે ભાવનગર એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે સંયુક્ત બાતમી હકિકત આધારે પાલીતાણા તાલુકાના રંડોળા ગામેથી આરોપી ભરતસિંહ મંગળસિંહ ગોહિલ ઉ.વ.૪૨ રહેવાસી રંડોળા તા. પાલીતાણા વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપીએ પોતાના ઘરની બાજુમાં તથા ઘરની પાછળના ભાગે વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ-૩૯ જેનુ વજન ૯ કિલો ૫૩૮ ગ્રામ તથા ઘરમાંથી ગાંજાની પાંદડી-ડાળખા વજન ૮૬૫ ગ્રામ મળી કુલ ૧૦ કિલો ૭૦૩ ગ્રામ ગાંજો કિ.રૂ।.૫૨,૦૧૫/- રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહિલે ફરિયાદ આપી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે


આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા હરેશભાઇ ઉલવા તથા ઓમદેવસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ગોહિલ તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. કુલદીપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. મુકેશભાઇ કંડોલીયા તથા ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

Translate »
%d bloggers like this: