ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ -૧૦ તથા એક મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૨૮,૫૦૦/- નો મુદામાલ પકડી પાડતી ભાવનગર જીલ્લા ની ગારીયાધાર પોલીસ

ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ -૧૦ તથા એક મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૨૮,૫૦૦/- નો મુદામાલ પકડી પાડતી ભાવનગર જીલ્લા ની ગારીયાધાર પોલીસ

મે.ભાવનગર રેન્જ ના પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા પ્રોહી./જુગાર બદી નેસ્તનાબુદ કરવા અન્વયે પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી આર.ડી.જાડેજા સા. ની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ નાઓના માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ શ્રી પી.કે.ગોહિલ તથા પો.કોન્સ. શૈલેષભાઇ લાભુભાઇ ચાવડા એ રીતેના ગારીયાધાર પોલીસ સ્ટેશનના મોટીવાવડી ઓ.પી. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પ્રેટ્રોલીંગ ફરતા ફરતા સુખપર ગામ પાસે આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમા મોટીવાવડી જવાના રોડ ઉપર મોટર સાયકલ સાથે ઉભેલ હોય જેથી તેને પકડવા જતા મો. સા. મુકી નાસી ગયેલ બાદમાં આ નાસી જનાર ધમેન્દ્રસિંહ બોઘુભા ગોહિલ જાતે.દરબાર ઉ.વ.૩૦

રહે.ભાલવાવ તા.લાઠી જી.અમરેલી વાળા હોવાનુ જાણવા મળતા તેની એક કાળા કલરના બેગમાથીમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી મજકુર આરોપી પાસેથી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરેલ હતો.

(૧)ભારતીય બનાવટનો વિદેશી દારૂની લંન્ડન પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કી ૭૫૦ મી.લી ફોર સેલ ઇન
મધ્યપ્રદેશ લખેલ સીલપેક બોટલો નંગ ૧૦ જેની કિ.રૂ.૩૫૦૦/-
(૨) એક હિરો કંપનીનુ મોટર સાયકલ જેના રજી.નં.GJ-04-FC-136 જેની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ
કિ.રૂ.૨૮,૫૦૦/-નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.
આ કામગીરીમા જોડાયેલ ટીમ
(૧) પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ
(૨) એ.એસ.આઇ. પી.કે.ગોહિલ
(૩) પો.કોન્સ. શૈલેષભાઇ લાભુભાઇ ચાવડા

Translate »
%d bloggers like this: