નિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ નાઓએ જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે નિલમબાગ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૧૨૦૧૩૯૭/૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૪૦૧, ૧૧૪ વિ.મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી

સોમુભાઇ સ/ઓ અશોકભાઇ મશરૂભાઇ મકવાણા ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહેવાસી-મુળ ભીલવાડા, દાળાની ખડકી તા.પાલીતાણા જી.ભાવનગર હાલ-ગધેડીયા ફીલ્ડ, રીલાયન્સ પેટ્રોલ પંપની સામે ભાવનગર વાળાને સંતકવરામ ચોક ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા વુમન પો.કોન્સ. નિલમબેન વીરડીયા વિગેરે જોડાયા હતા

Translate »
%d bloggers like this: