મહુવા કે.કે.મીલની ચાલી પાસે જાહેરમાં રોયલ ચેલેન્ઝ બેંગલોર – રાજસ્થાન રોયલ IPL ની T ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઇસમને રોકડ રૂ.૧૧,૪૬૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૪૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

મહુવા કે.કે.મીલની ચાલી પાસે જાહેરમાં રોયલ ચેલેન્ઝ બેંગલોર – રાજસ્થાન રોયલ IPL ની T ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઇસમને રોકડ રૂ.૧૧,૪૬૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૪૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ મહુવા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમી રાહે હકિકત મળેલ કે, મહુવા, કે.કે.મીલની ચાલી પાસે ભાવેશભાઇ સવજીભાઇ ઠોળીયા રહે.શાંતીનગર, તા.મહુવા વાળો જાહેરમાં રોયલ ચેલેન્ઝ બેંગલોર – રાજસ્થાન રોયલ IPL ની T ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર ખેલાડી ઓની જોડીના રન ઉપર હારજીત ના-સોદાઓ કરી પોતાના આર્થીક લાભ સારૂ નકીક કરેલ ભાવ ઉપર આર્થીક ફાયદો મેળવવા જુગાર રમી-રમડાતા હોવાની હકીકત મળતા. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન ઉપરોકત વર્ણન વાળો ઇસમ મળી આવતા જેનુ પુછતા ભાવેશભાઇ સવજીભાઇ ઠોળીયા ઉ.વ.૨૫ ધંધો હીરા ઘસવાનો રહે.શાંતીનગર, તા.મહુવા વાળો હોવાનું જણાવેલ અને મજકુર ઇસમ પાસેથી અલગ અલગ કાગળની ચીઠ્ઠીઓમાં ચાલુ રોયલ ચેલેન્ઝ બેંગલોર – રાજસ્થાન રોયલ IPL ની T ૨૦-૨૦ ક્રિકેટ મેચના જુદા જુદા નંબર ક્રિકેટ મેચના આકડાઓ તથા ગ્રાહક ના નામ તથા ખેલાડીઓની જોડીઓ લખેલ સાહીત્ય તથા એક પેન તથા એક મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૧૧,૪૬૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૪૬૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકરુ ઇસમ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી. બી. પો.સ.ઇ. એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Translate »
%d bloggers like this: