દેશની અખંડિતતા માટે સૌથી પહેલા પોતાનું રજવાડું સમર્પિત કરનાર ભાવનગરના પ્રજા વત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન સન્માન આપવા માંગ સાથે જાગૃત યુવાને પ્રધાનમંત્રીશ્રીને લખ્યો પત્ર..

અખંડ ભારતના શિલ્પી એવા વલ્લભભાઇ પટેલના અખંડ ભારતના સ્વપન સાકાર કરવા અને દેશી રજવાડાના એકીકરણ માં સૌપ્રથમ આહુતિ આપનાર તેમજ પહેલ કરનાર ગોહિલવાડના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. તેમજ દેશ માટે હસતા મુખે સમગ્ર સંપત્તિ સમર્પિત કરી દીધી હતી.તેમજ સરકાર દ્વારા પણ સમયાંતરે અનેક પારિતોષિક, ચંદ્રકો અને ખિતાબોથી સન્માનિત કરવામાં આવેલ હતા. અને ઇતિહાસમાં પણ તેમના કાર્યો સુવર્ણ અક્ષરે લખયેલા છે જે તેમની દેશ પ્રત્યે નિષ્ઠા,વફાદારી , બલિદાનની સાક્ષી પૂરે છે અને તેમના ત્યાગ અને બલિદાન માટે આજે પણ તે કીર્તિમાન છે..અને ભારત રત્ન માટે જેટલા ગુણો અને લાક્ષણિકતાઓ જરૂરી છે તેનાથી પણ સવિશેષ ગુણો મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. અને ઘણી સંસ્થાઓએ પણ ભારત રત્ન માટે માંગ ઉચ્ચારી છે. સરકાર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના મહાન કાર્યોની નોંધ લીધી છે પણ કંઈક અંશે ભૂલી ગયા છે તેવું લાગી રહ્યું છે તેથી તેમની દેશ માટે ત્યાગ અને બલિદાન બદલ તેમના પ્રત્યે અપાર સ્નેહ અને સન્માન માટે ભાવનગર જિલ્લાના એક નીડર અને જાગૃત યુવાન જીજ્ઞેશ કંડોલિયા દ્વારા

તા.21/09/2020 ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે જરૂરી સંશોધન કરી નોમિનેશન માટે તેમનું નામનો ઉલ્લેખ થાય અને તેમને મરણોત્તર ભારત રત્ન પારિતોષિક એનાયત થાય તે માટે માંગ ઉચ્ચારી છે.
અને સમયાંતરે આ માંગ માટે ગુજરાતના ધારાસભ્યો, સંસદસભ્યો, વરિષ્ઠ નાગરિકો, સામાજીક સંસ્થાઓને આ બાબતે મળશે અને પ્રશાશનની મંજુરી લઈ એક અભિયાનના ભાગરૂપે એક ઝૂંબેશ ચલાવશે તેમજ જરૂર જણાય તો પ્રધાનમંત્રીને આ બાબતે દિલ્લી રૂબરૂ મળવાની પણ તત્પરતા દર્શાવી છે તેવું પત્રમાં જણાવેલ છે.

Translate »
%d bloggers like this: