નાર્કોટીક્સના કેસોમાં અગાઉ પકડાયેલ આરોપી જામીન મુક્ત થતા PIT NDPS એકટ મુજબ કાર્યવાહી કરી બરોડા જેલ હવાલે કરતી ભાવનગર એસ.ઓ.જી

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે તેના ભાગરૂપે ભાવનગર જીલ્લા પોલીસે ભાવનગરને નશા મુકત કરવા સ્પેશ્યલ અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસ એક ખાસ ટીમ બનાવી ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સના ગુન્હાઓમાં સંડોવાયેલ હોય અને જેલમાંથી છુટ્યા બાદ છુપી રીતે પોતાની સમાજ વિરોધી નાર્કોટીક્સની ગેરકાયદેસરની પ્રવૃતિ સમાજના યુવા વર્ગને નશાના માર્ગે લઇ જઇ પોતાનું તેમજ પોતાના પરીવાર તેમજ સમાજ તેમજ રાષ્ટ્રને નુકશાન કરનારૂ તેમજ અધોગતિ તરફ લઇ જાય છે. જે રાષ્ટ્રના વિકાસ માટે પણ ઘાતક છે.આવા માદક પદાર્થ, નશીલા પદાર્થ (ગાંજા) નુ સેવન કરવુ તે જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે તેમજ લોકોની આર્થિક અને સામાજીક પાયમાલી સર્જે છે. જેથી આવા ઇસમોની પ્રવૃતી ઉપર અંકુશ લાવવા સારૂ કેફી ઔષધો અને મનઃપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા અધિનિયમ-૧૯૮૮ ની જોગવાઇ અન્વયે દરખાસ્ત તૈયાર કરી વડી કચેરીને મોકલી આપવા થઇ આવેલ સુચન આધારે ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સના ત્રણ (૩) ગુન્હાઓમાં પકડાયેલ અને તે ત્રણેય ગુન્હાઓમાં જામીન મુક્ત થયેલ આરોપી મહેશભાઇ ભગવાનભાઇ મોણપરા જાતે પટેલ ઉ.વ.૫૨ રહેવાસી મુળ નારી ગામ,

હાઇસ્કુલની બાજુમાં પટેલ ફેકટરી તા.જી. ભાવનગરવાળા સામે દરખાસ્ત તૈયાર કરી સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝના પોલીસ મહાનિદેશકશ્રી સાહેબનાઓએ આરોપી સામે કેફી ઔષધો અને મનઃપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા અધિનિયમ-૧૯૮૮ હેઠળ વોરંટ ઇશ્યુ કરતા અટકાયતી મહેશભાઇ ભગવાનભાઇ મોણપરાને અટકાયતમાં લઇ વડોદરા મધ્યસ્થ જેલ વડોદરા શહેર ખાતે મોકલી આપેલ છે. ભાવનગર જીલ્લા પોલીસની આ પ્રકારની પ્રથમ કાર્યવાહી (કેસ) છે.
કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારી:-
એસ.ઓ.જી. ભાવનગરના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા તથા હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: