ભાવનગર વિભાગના બોટાદ જિલ્લાની મુલાકાત લેઈ સરકારશ્રીના નવાં કાયદાઓની ચુસ્ત અમલવારી કરવાં માર્ગદર્શન આપતાં શ્રી આશિષ ભાટીયા, IPS પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા.ગાંધીનગર

ભાવનગર વિભાગના બોટાદ જિલ્લાની મુલાકાત લેઈ સરકારશ્રીના નવાં કાયદાઓની ચુસ્ત અમલવારી કરવાં માર્ગદર્શન આપતાં શ્રી આશિષ ભાટીયા, IPS પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા.ગાંધીનગર

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગના વડા તરીકેનો પદભાર સંભાળ્યા બાદ શ્રી આશિષ ભાટીયા, આઈ.પી.એસ.નાઓ આજ રોજ તા.૨૬/૦૯/૨૦૨૦ ને શનિવારના રોજ ભાવનગર રેન્જ જિલ્લાઓની કામગીરીની સમીક્ષા માટે બોટાદ ખાતે રીવ્યુ મીટીંગમાં ઉપસ્થિત રહેલ હતા. આ મીટીંગમાં ભાવનગર રેન્જના બોટાદ જિલ્લા ખાતેથી તેએાશ્રી દ્રારા સમગ્ર ભાવનગર રેન્જના ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાઓની પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને ભાવનગર રેન્જનો ચિતાર મેળવેલ. બોટાદ ખાતે ડીપીજીશ્રીના અધ્ય્ક્ષસ્થાને યોજાયેલ આ મિટીંગમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, શ્રી અશોક કુમાર, આઈ.પી.એસ.,પોલીસ અધિક્ષક અમરેલી શ્રી નિર્લિંપ્ત રાય, આઈ.પી.એસ. પોલીસ અધિક્ષક ભાવનગર શ્રી જયપાલસિંહ રાઠૈાડ, આઈ.પી.એસ.,પોલીસ અધિક્ષક બોટાદ શ્રી હર્ષદ મહેતા અને ભાવનગર રેન્જના તમામ ASP, ડિવિઝન DySP, SC/ST Cell DySP, HQ DySP અને પ્રોબેશનર DySPશ્રીઓ હાજર રહેલ.


આ મિટીંગમાં શ્રી આશિષ ભાટીયા, IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીનાઓ સમક્ષ રેન્જના ત્રણેય પોલીસ અધિક્ષકશ્રીનાએા દ્રારા જિલ્લાના કાયદો અને વ્યવસ્થા, કોવીદ-૧૯, વહિવટી તથા અન્ય મહત્વના મુદ્દાએાને લગત પ્રેઝન્ટેશન આપવામાં આવેલ. ત્યારબાદ સાયબર ક્રાઈમને લગત મુદ્દાએા ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત પોલીસ વિભાગની મિસીંગ ચિલ્ડ્રન, એન.ડી.પી.એસ., નાસતા ફરતા આરોપીએા પકડવા અંગે ચાલતી ખાસ ઝુંબેશ (ડ્રાઈવ) નો રીવ્યુ કરવામાં આવ્યો તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.


ગુજરાત સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પાસાના નવા કાયદા મુજબ રેન્જના જિલ્લાએામાં અસરકારક અમલીકરણ કરાવવા તથા જુગારીએા, બુટલેગરો જેવા અસામાજીક તત્વોને કોઈપણ રીતે બક્ષવામાં નહિ આવે તથા તેએાની વિરૂધ્ધ નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ.


આ જ રીતે ગુજરાત સરકારશ્રી દ્રારા લેન્ડ ગ્રેબીંગ અન્વયેના નવા કાયદાએા જોગવાઈ કરવામાં આવેલ છે, આ કાયદાનું પણ રેન્જના ત્રણેય જિલ્લાએામાં અસરકારક અમલીકરણ કરાવવા જિલ્લાના ભૂમાફિયાએાનું લિસ્ટ તૈયાર કરી તેએાની સામે દાખલ થયેલ ગુન્હાએા મુજબ તેએાની સામે કડક કાર્યવાહી કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.
આમ સરકારશ્રીનાં નવાં રચવામાં આવેલ કાયદાઓની અસરકારક અમલવારી કરવાં સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ.

Translate »
%d bloggers like this: