ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ઘમકીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે ખાસ સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયાને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર મહીલા કોલેજ સર્કલ પાસે ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશન સેંકડ ગુ.ર.ન.૨૬૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રાહુલભાઇ ગોબરભાઇ દે.પુ રહે.વાવડીગામ વાળો દીપકચોક બસ સ્ટેનન્ડન પાસે રોડ ઉપર ઉભો છે. તેમ હકિકત મળતા સાથેના પો.સ્ટાફને સાથે સ્થળ ઉપર જઇ મજકુર બાતમી વાળો ઇસમ મળી આવતા તેનું નામ સરનામુ પુછતા પોતે પોતાનું નામ રાહુલભાઇ ઉર્ફે ટાહુલ S/O ચીથર ભાઇ ઉર્ફે ગોબરભાઇ મેરાભાઇ ચુડાસમા ઉ.વ.૨૦.ધંધો ખેતીકામ રહે.વાવડીગામ (ટાણા વાવડી) તા.શિહોર જી.ભાવનગર વાળો હોવાનું જણાવતા અને મજકુરની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામા નાસ્તો ફરતો હોવાનું જણાવતા જેથી રેકર્ડ ઉપર ખાત્રી કરતા તેને સદરહું ગુન્હામાં અટકાયત કરવાનો બાકી હોય. ગુન્હામાં ઘોરણસર કાર્યવાહી કરવા મજકુર આરોપીને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ભાવનગર પોલીસ ઇન્સ. શ્રીને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નાં તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા પો.કો વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કો. અરવીંદ ભાઇ બારૈયા તથા પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો કામગરીમાં જોડાયેલ હતા

Translate »
%d bloggers like this: