પાલીતણા વાળુકડ ગામની પાણીની ટાંકી માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૧૭ બોટલ નંગ- ૨૦૪ કિ.રૂ. ૮૧,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 

ભાવનગર રેન્જ ભાવનગરના પનાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓઙેદરા તથા પોસ.ઇ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા પેટ્રોલીંગ ફરવા સુચના કરેલ

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે રહેતા વિજય ઉર્ફે ઘમો ભુપતભાઇ રાઠોડ તથા પરેશ ઉર્ફે બુઘો મહેશભાઇ મકવાણા રહે. બંન્ને વાળુકડ ગામ વાળા ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો ગામમાં પાદરમાં આવેલ પાણીની ટાંકીમાં છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો ROYAL STAG PREMIER WHISKY -750 ML ની બોટલ નંગ-૨૦૪ કિ.રૂ.૮૧,૬૦૦/-ની તથા એકટીવા મોપેડ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૧૧,૬૦૦/-નીઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા બંન્ને ઇસમો વિરૂધ્ધ્માં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી)૯૮(ર) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા તિરૂણસિંહ સરવૈયા તથા પો.કો. કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા

Translate »
%d bloggers like this: