પોકેટ કોપની મદદથી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મોં.સા ચોરીનો ગુન્હો ડીટેકટ કરી આરોપી પકડી મો.સા.રીકવર કરતી ભરતનગર પોલીસ સ્ટેશન ડી.સ્ટાફ સર્વેલન્સ પોલીસ ટીમ

મ્હેરબાન ભાવનગર રેન્જ નાં આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબનાં માર્ગદર્શન મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સાહેબનાં સીધાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી આઇ એમ એચ યાદવ સાહેબની સુચના મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનના
ASI.ડી સી ગોહિલ તથા
HC.એસ એમ રાણા તથા PC.ભીખુભાઇ એ બુકેરા તથા PC.ઇરફાનભાઇ એસ અગવાન તથા PC.નરેશભાઇ.જી.વાજા.તથા PC. ખેંગારસિંહ સી.ગોહિલ તથા PC.રાહુલભાઇ કે કંટારીયા તથા PC.અશોકભાઇ એચ મકવાણા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન ભરતનગર રીંગ રોડ કૃષ્ણકુંજ ફ્લેટ પાસે પહોંચતાં સામેથી એક હિરો હોન્ડા સ્પેલન્ડર પ્લસ મોં.સા.આગળ પાછળ નંબર પ્લેટ વગરનું આવતું હોય જેનાં પર શંકા જતાં સ્પેલન્ડર મો.સા ચાલકને રોકી મજકુર મોં.સા ચાલક પાસે મો.સા નાં આધાર પુરાવાઓનાં કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનું અને ફર્યું ફર્યું બોલતો હોય જેથી સદર મોં.સા. તેણે છળકપટ અગર ચોરીથી મેળવેલ હોવાની શંકા જતાં મોબાઇલ પોકેટ કોપની મદદથી એન્જીન નંબર તથા ચેચીસ નંબર જોતાં એન્જીન નં HA10AGJ5F10181 તથા ચેચીસ નં MBHLARO77J5FO5641 નાં છે સદરહું મોં.સા.આર.ટી.ઓ.રજી.નં.GJ-04- 3483 હોવાનું જણાતાં મો.સા.બાબતે મજકુરની પુછપરછ કરતાં સદરહું મોં.સા.પોતે આશરે પોણા બે વર્ષ પહેલાં કુંભારવાડા નારી રોડ અવેડા પાસેથી ચોરી કરેલા નું જણાવતો હોય જેથી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે રેકર્ડ પર ખરાઇ કરતાં સદરહું મોં.સા.ચોરી થયાં બાબતે ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર ૨૨૨/૨૦૧૮ ઇ.પી.કો.કલમ.૩૭૯.મુજબ ગુનો રજી થયેલ હોય જેથી બે રાહદારી પંચોનાં માણસોને બોલાવી હકીકતની સમજ કરી મજકુર મોં.સા.ચાલકનુ પંચો રૂબરૂ નામ સરનામું પુછતાં પોતે પોતાનું નામ જગદીશભાઇ પ્રભુભાઇ ચૌહાણ ઉ.વર્ષ.૨૪.ધંધો.હિરાની મજુરી. રહે.ભડભીડ ગામ રામજી મંદિર પાસે તા.જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ મજકુર ઇસમ સદરહું હિરો હોન્ડા મોં.સા.નાં આર.ટી.ઓ.રજી.નં.લખેલ નહીં હોય તે મોં.સા.ની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ગણી CRPC કલમ ૧૦૨.મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમને CRPC કલમ ૪૧(૧)D મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ તેમજ બોરતળાવ પોલીસ સ્ટેશનનો બાઇક ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલવામાં ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે

આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.એમ.એચ.યાદવ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના ASI.ડી.સી.ગોહિલ તથા હેડ.કોન્સ.એસ આર રાણા તથા પો.કોન્સ.ભીખુભાઇ બુકેરા તથા પો.કોન્સ.ઇરફાનભાઇ અગવાન તથા પો.કોન્સ.નરેશભાઇ વાજા તથા પો.કોન્સ. ખેંગારસિંહ ગોહિલ તથા પો.કોન્સ.રાહુલભાઇ કંટારીયા તથા પો.કોન્સ.અશોકભાઇ મકવાણા તથા વિગેરે ભરતનગર પોલીસ મથકનાં પોલીસ સ્ટાફે ચોરીનાં અનડિટેકટ ગુનાને ડિટેકટ કરવાની પ્રશંસનિય કામગીરી કરવામાં સફળતા મેળવેલ છે.

Translate »
%d bloggers like this: