ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-૧ તથા કાર્ટીસ નંગ-૪ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

 

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નાઓએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી સોયેબભાઇ ઉર્ફે બીગડે બાબુહુસેનભાઇ શેખ ઉ.વ.૨૬ ધંધો-પ્રા.નોકરી, રહેવાસી-રાણીકા, આરબવાડ ભાવનગર વાળાને દેશી બનાવટની પિસ્ટલ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૪, કિ.રૂ.૪૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે શીશુવિહાર સર્કલ, સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયાએ શ્રીસ.ત ફરીયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.


આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: