આગામી તહેવાર અનુસંધાને ભાવનગર શહેરમાં એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ તથા બી.ડી.ડી.એસ. સ્કોડ ટીમ દ્વારા હાથ ધરાયેલ સઘન ચેકિંગ

આજરોજ આગામી તહેવાર અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની સીધી સુચનાથી તથા પોલીસ અધિક્ષકશ્રી

જયપાલસિંહ રાઠૈાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ

(એસ.ઓ.જી.) તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) તથા ભાવનગર બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડીટેકટીવ સ્કોડ (બી.ડી.ડી.એસ.) ટીમ દ્વારા ભાવનગર શહેરમાં સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન,

હિમાલીયા મોલ, જાહેર ભીડભાડ વાળી જગ્યાઓ વિગેરે સ્થળે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ. અને કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેની ખાસ તકેદારી લેવામાં આવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર શ્રી વી.વી.ઓડેદરા તથા એલ.સી.બી. શાખાના પો. સબ ઇન્સ. શ્રી એન.જી..જાડેજા તથા બી.ડી.ડી.એસ. ના એ.એસ.આઇ. શ્રી કિશોરભાઇ વેલાણી તથા એસ.ઓ.જી. ની ટીમ તથા બી.ડી.ડી.એસ. ની ટીમ જોડાઇ હતી

Translate »
%d bloggers like this: