શિહોર પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર એલ.સી.બી.ભાવનગરના પોલીસ ઇન્સ.શ્રી. એસ.એન.બારોટ તથા પો.સ.ઇ. શ્રી. એન.જી.જાડેજા એ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તેયાર કરી જેમાં વસીમ ઉર્ફે લંઘાની ગેંગ ઉપર કુલ-૧૪ આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. ૪૦૧,૩૪ મુજબનો ગુન્હો શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાનન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં, નિલમબાગ પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૪૦૧,૩૪ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સજાદભાઇ મહમદભાઇ પઠાણ રહે. કુંભાર વાડા મોતી તળાવ ભાવનગર વાળો વાસણ ઘાટ હોવાની હકિકત મળતા તુરતજ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા સજાદભાઇ મહમદભાઇ પઠાણ રહે. કુંભાર વાડા મોતી તળાવ ભાવનગર વાળા હોવાનું જણાવતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૧૮૯/૨૦૧૯ ઇ.પી.કો.-૪૦૧,૩૪ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબની કાર્યવાહી કરી સોપી આપેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ભયપાલસિંહ ચુડાસમા પો.કો.જયદિપસિંહ ગોહિલ તથા મનદિપસિંહ ગોહિલ તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાજખાન પઠાણ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*

Translate »
%d bloggers like this: