પવિત્ર શ્રાવણ માસ દરમિયાન  જિલ્લા કલેકટરશ્રી દ્વારા આવશ્યક સૂચનાઓનું પાલન કરવા જાહેર જનતા તથા ધાર્મિક સંસ્થાઓને અપીલ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન  જિલ્લા કલેકટરશ્રી દ્વારા આવશ્યક સૂચનાઓનું પાલન કરવા જાહેર જનતા તથા ધાર્મિક સંસ્થાઓને અપીલ

પવિત્ર શ્રાવણ માસના અનુસંધાને શિવાલયો તથા અન્ય ધાર્મિક સ્થળો/ઉપાસનાના સ્થળૉએ લોકોની ભીડ થવાની સંભાવના છે. જેનાથી COVID-19 નું સંક્રમણ તથા ફેલાવો અટકાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લોકોને સરકારશ્રીની ધાર્મિક સ્થાનો/ઉપાસનાના સ્થળોએ COVID-19 નું સંક્રમણ અટકાવવા સંબંધી સુચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ધાર્મિક/ઉપાસના સ્થળોએ લોકોએ કરવાની થતી અમલવારી

જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કરતાં જણાવ્યું છે કે લોકોએ મંદિરમાં માત્ર વ્યક્તિગત રીતે જ દર્શન કરવા એટલે કે સામૂહિક પ્રાર્થના કે પઠન કરવાં જોઇએ નહી.
પાંસઠ (૬૫) વર્ષથી ઉપરની વ્યક્તિ, કોમોર્બીડ ડીસીઝ વાળા લોકો, સગર્ભા સ્ત્રીઓ કે શારીરિક રીતે સ્વસ્થ ન હોઇ તેવી વ્યક્તિઓ પોતાની જવાબદારી સમજી ધાર્મિક સ્થળૉ પર ના આવે તે ઇચ્છનીય છે.
તમામ ધાર્મિક સ્થળૉએ લોકોએ ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જાળવી રાખવું જોઈએ.
ચહેરાને માસ્ક/માસ્ક કવરથી ફરજીયાત ઢાંકવો જોઇએ.
ધાર્મિક સ્થળોએ મુલાકાત દરમ્યાન હેંડ સેનીટાઇઝરથી હાથ સેનીટાઇઝ કરતા રહેવું જોઈએ.
ધાર્મિક સ્થળોએ થૂંકવા પર સખ્ત પ્રતિબંધ છે જેથી લોકોએ સ્વયં તકેદારી લેવી જોઇએ.

ધાર્મિક/ઉપસના સ્થળ સંચાલક કે સંસ્થાએ કરવાની થતી અમલવારી

ક્ન્ટેન્ટમેંટ ઝોનમાં આવેલા ધાર્મિક/ઉપાસનાના સ્થળો બંધ રાખવાના રહેશે.
ધાર્મિક સ્થળોએ પ્રવેશદ્વાર પર હાથની સ્વચ્છતા માટે સેનેટાઇઝર તથા થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવી જોઇએ.
ધાર્મિક/ઉપાસના સ્થળોએ COVID-19 વિશે નિવારક પગલા દર્શાવતા પોસ્ટરો/લખાણો યોગ્ય જગ્યાએ સ્પષ્ટપણે દેખાય તે રીતે લગાડવા જોઇએ તથા નિવારક પગલા અંગેની ઓડીયો/વિડીયો ક્લીપ ચલાવવાની જોઈએ
મુલાકાતીઓ માટે અલગ પ્રવેશ અને બહાર નિકળવાનું આયોજન કરવાથી લોકોનો સંપર્ક અટકાવી શકાય
પ્રવેશ માટે કતારમાં હોય ત્યારે લોકો દરેક સમયે ઓછમાં ઓછું ૬ ફીટ નું અંતર જાળવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
દર્શનાર્થી/યાત્રાળુઓના જ્યાં જ્યાં સ્પર્શ થવાને કારણે સંક્રમણ થવાની શક્યતાઓ હોઇ જેમકે રેલીંગ, ઘંટ , દાનપેટી વિગેરે વારંવાર સેનીટાઇઝ કરવા જોઇએ અથવા શક્ય હોઇ ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.
પરિસરની અંદર સ્વચ્છતા જળવાવી જોઇએ. ખાસ કરીને રસોડાઓ/લંગર/અન્ન દાનના સ્થળો અને ખાધ્ય પદાર્થોની તૈયારી અને વિતરણ વાળા સ્થળો વારંવાર સેનીટાઇઝ કરવા જોઇએ.
ચહેરાને ઢાંકીને/માસ્કનો ઉપયોગ કરીને આવનાર દર્શનાર્થીઓને જ પ્રવેશ આપવો જોઇએ.
પરિસરમાં જો કોઇ COVID-19 શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસવાળા વ્યક્તિઓ ધ્યાનમાં આવે તો તુરંત નજીકની તબીબી સુવિધા/ આરોગ્ય કેન્દ્ર ખાતે જાણ કરવી જોઈએ
આ ઉપરાંત તમામ ધાર્મિક ઉપાસના સ્થળોએ લોકો તથા ઉપાસના સ્થળોના સંચાલકો અને સંસ્થાઓ સરકારશ્રીની COVID-19  નું સંક્રમણ અટકાવવા માટે આપવામાં આવેલી ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરે તે અત્યંત જરૂરી છે જેનાથી આપને COVID-19 ના સંક્રમણને અટકાવી શકીએ.
gf

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

Translate »
%d bloggers like this: