દુષ્કર્મ કરતા કોળી સમાજના લોકો ને જાણ થતાં બનાવ પ્રકાશમાં

કલ હમારા યુવા સંગઠન દ્વારા આજ તા 24/7/19 ના રોજ ભાવનગર કલેક્ટર કચેરીએ મહામહીમ રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું

  • કલ હમારા યુવા સંગઠન એ કોળી સમાજમાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક જાગૃતિનુ કામ કરે છે અને કોળી સમાજ પર થતા અત્યાચારો વિરુદ્ધ કાનુની રાહે લડત લડતું સંગઠન છે
    તાજેતરમાં કોળી સમાજની 11 વર્ષની દિકરી જે બોરતળાવમા હીરાના કારખાનેદાર સુરેશ માઘવાણીએ કારખાનાની ગલેરીમાં બોલાવીને શારિરીક અડપલા અને દુષ્કર્મ કરતા કોળી સમાજના લોકો ને જાણ થતાં બનાવ પ્રકાશમાં આવ્યો


આરોપી સુરેશ માઘવાણી ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી નો પિતરાઈ ભાઈ હોય ભોગ બનનાર દિકરીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ખુબજ તકલીફ પડેલી અને સામાજિક આગેવાનોએ પોલીસ તંત્ર પર દબાણ કરતા ફરીયાદ દાખલ કરી હતી કલ હમારા યુવા સંગઠન માસુમ બાળાઓની સતામણી અને

દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓમાં પણ ભાજપાની સરકાર ગુનેગારોને સાવરવાનુ કામ કરે છે તેને સખત શબ્દોમાં વખોડે છે અમારી માંગણી છે કે આ કેસને જડપથી સલાવવામા આવે અને આરોપીને ફાંસીની સજા કરવામાં આવે અમો આશા રાખીએ છીએ કે આ કેસને તાત્કાલિક ચલવવામા આવે અને ફાંસીની સજા કરવામાં આવે નહીતર અમારે ન્યાય માટે આખા ગુજરાતમાં આંદોલન કરવાની ફરજ પડશે આભાર
કલ હમારા યુવા સંગઠન, ઓબીસી હક અધિકાર આંદોલન અને સામાજિક નિડર બહાદુર ક્રાંતિકારીઓ ભાઈઓ અને બહેનો…. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાા.

Translate »
%d bloggers like this: