ભાવનગર ફાયરિંગને કારણે લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં, એકનું મોત, એક ઇજાગ્રસ્ત જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિને માથામાં ઇજા પહોંચી છે.

*ભાવનગર ફાયરિંગને કારણે લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં, એકનું મોત, એક ઇજાગ્રસ્ત જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિને માથામાં ઇજા પહોંચી છે.

*ભાવનગર* ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વલ્લભીપુરનાં પચ્છે ગામમાં એક લગ્ન પ્રસંગનાં દાંડિયા રાસ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિને માથામાં ઇજા પહોંચી છે. જેના કારણે પરિવારમાં પ્રસંગને કારણે ઉત્સાહ માતમમાં પરિણ્મ્યો છે.

મહત્વનું છે કે, આવા લગ્નપ્રસંગોમાં ફાયરિંગની અનેક ઘટનાઓ અવારનવાર સામે આવે છે. તેમની સામે પગલા લેવાય છે તો આપણને આ અંગે અનેક પ્રશ્નો મનમાં જાગે. લોકો ઉત્સાહનાં અતિરેકમાં નિયમોનું પાલન નથી કરતાં? શું લોકોને કાયદાનો ડર નથી રહ્યો કે લોકો ઉત્સાહમાં એવા આવી જાય કે કાયદો યાદ ન નથી આવતો? તેમના ઉત્સાહની સામે અન્ય લોકોનાં જીવની પણ કિંમત નથી?

*મોરબીમાં ફાયરિંગનો વીડિયો વાયરલ*

ભાવનગર ઉપરાંત મોરબીનાં માળિયા મિયાણામાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણો જ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવકો હવામાં ફાયરિંગ કરી રહ્યા છે. ફુલેકા દરમિયાન થયેવા ફાયરિંગમાં વરરાજા પાસે પણ ફાયરિંગ કરાવાવમાં આવી રહ્યું છે. ચાર બોરની રાઈફલ અને રિવોલ્વર જેવા હથિયારોથી ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આજુબાજુ લોકો હોવા છતાં ગેરજવાબદરી પૂર્વક ફાયરીગ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

Translate »
%d bloggers like this: