છેલ્લા ૧ વર્ષથી બળત્કારના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.*

*છેલ્લા ૧ વર્ષથી બળત્કારના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.*


ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી ભાવનગર નાઓની ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ને મળેલ બાતમી આધારે *સુરત કાપોદ્રા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૯૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(સી), ૩૭૬(એન) તથા પ્રોટેશકન ઓફ ચીનલ્ડ્રન ફોર્મ સેકસુઅલ ઓફેન્સ એકટ સને ૨૦૧૨ ની કલમ ૩(એ)* મુજબના ગુન્હાના કામે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી *ધનશ્યામભાઇ શંભુભાઇ પરમાર જાતે કોળી ઉ.વ.૩૬ રહે.લાકડીયા ગામ તા.તળાજા હાલ ચુડીગામ સીમ તા.તળાજા જિ.ભાવનગર* વાળાને ચુડી ગામની સીમ ખાતેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સુરત કાપોદ્રા પો.સ્ટે. ખાતે મોકલી આપવા ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, બાકુદાન ગઢવી તથા પો.કોન્સ. મનદિપસિંહ ગોહિલ , ચંન્દ્રસિંહ વાળા જોડાયા હતા.

રિપોર્ટ. ગોરાહવા ઉમેશ

Translate »
%d bloggers like this: