પદાધિકારીશ્રીઓનું ટી.બી. અધિવેશન યોજાયું —– ભરૂચઃ(બુધવાર):- રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ ( NTEP) અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત- ભરૂચ અને જિલ્લા ક્ષય કેન્દ્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં પદાધિકારીશ્રીઓનું ટીબી અધિવેશન રાખવામાં આવ્યું હતું. અધિવેશનનો પ્રારંભ દિપ પ્રાગટયથી થયા બાદ અધ્યક્ષસ્થાનેથી નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ સુરભીબેન તમાકુવાલાએ ટી.બી મુકત ગુજરાત

ટી.આવતા ટીબીના શંકાસ્પદ દર્દીઓની સારવાર નિયમોનુસાર, સમયમર્યાદામાં પૂર્ણ થાય અને સરકારશ્રી ધ્વારા મળતા તમામ લાભ અપાય તે અંગે સુનિશ્ચિત કરવા કટિબધ્ધતા વ્યકત કરી હતી. 

 

 

    પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી આર.વી.પટેલે ટીબી વિભાગ ધ્વારા થઇ રહેલી કામગીરીને બિરદાવી દિકરીઓનો પ્રશ્ન આવે ત્યારે સાવધાનીપૂર્વક નિર્ણય કરવાનું જણાવી માનવસ્પર્શી વાત કહી હતી. 

    નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલે ટીબી મુકત ગુજરાત-૨૦૨૨ના લક્ષ્યાંકને સિધ્ધ કરવા બધાને સાથે રાખીને કામગીરી કરવા ટીબી વિભાગને અનુરોધ કર્યો હતો.

    જિલ્લા ક્ષય અધિકારી ડો.મુનીરાએ સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમની માહિતી આપતા ક્ષય રોગ શું છે, ટીબીનો ચેપી રોગ કેવી રીતે લાગુ પડે છે, ક્ષયરોગનું ભારણ, રોગના પ્રમાણ અને મૃત્યુની તુલના,NCP ટીબી નાબુદીની વ્યુહરચના અંગેની માહિતી, ડોટસ જેમાં રાજકીય અને વહીવટીય વચનબધ્ધતા,ગળફાની તપાસથી થતું ચોકકસ નિદાન, પધ્ધતિસરથી દેખરેખ અને દરેક દર્દીની જવાબદારી, સીધા નિરીક્ષણ હેઠળની સારવાર, ઉચ્ચ ગુણવત્તાવાળી પુરા કોર્ષની દવાઓ જેવી બાબતો તથા ક્ષય રોગ હોવાનું અનુમાન કયારે કરશો, ટીબી કોને થઇ શકે છે, ટીબી રોગનું વર્ગીકરણ, ટીબીનું નિદાન અને

 

 

 

 

સારવાર, ચાર દવાઓનું સંયોજન, અને સરકાર ધ્વારા પોષણ સહાય અંગેના પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત સમજ આપી હતી. 

    પ્રારંભે ઇ.ચા.જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલભાઇ વસાવાએ સ્વાગત પ્રવચનમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતને ટીબી મુકત કરવાનો રાજય સરકારનો ધ્યેય છે અને તે માટે સામાજિક લોકભાગીદારી ખૂબ જ અગત્યની હોવાનું જણાવ્યું હતું. 

    અધિવેશન બેઠકનું સંચાલન જિલ્લા રકતપિત અધિકારી ડો. હીનાબેને કર્યું હતું. અંતમાં આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરાએ કરી હતી. 

    અધિવેશન બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી વલ્લભભાઇ પટેલ, નગરપાલિકાના સદસ્યો, પદાધિકારીશ્રીઓ, તાલુકા મેડીકલ ઓફીસરશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. 

                    ૦૦૦૦૦૦૦૦૦            

 

 

સમાચાર સંખ્‍યા – ૪૪

આગામી તા.૩૦/૦૧/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૦ દરમિયાન ભરૂચ જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન 

——– 

સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્‍પેઇન એક્ટીવીટીના આયોજન અર્થે મળેલી બેઠક 

——– 

ભરૂચઃ(બુધવાર):- રક્તપિત કચેરી – ભરૂચ ધ્વારા જિલ્લામાં તા.૩૦/૦૧/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૦ દરમિયાન રક્તપિત દર્દી શોધ અભિયાન( સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્‍પેઇન) હાથ ધરાનારા છે. સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્‍પેઇનના આયોજન – કામગીરીની અમલવારી કરવા માટે નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી – સભાખંડ- ભરૂચ ખાતે જિલ્લાના કોઓર્ડીનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

    નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આદરેલા અભિયાન દરમિયાન ભરૂચ જિલ્લાની જનતાને આરોગ્ય ટીમની કામગીરીમાં જરૂરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો.  

જિલ્લા રક્તપિત અધિકારીશ્રી ડૉ. હિના ધૃવે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં રકતપિત્તના ૨૫૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લાને રકતપિત મુકત કરવા માટે તે રોગનો દર ૧૦૦૦૦ ની વસ્તીએ એક કરતાં નીચો લઈ જવાનો લક્ષ્ય છે. આ માટે લોકોમાં રક્તપિત રોગની તમામ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા દર વર્ષે ૩૦ મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિન જેને “Anti Leprosy Day” તરીકે પણ ઓળખવામાં આવે છે. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાના ૯ તાલુકા તથા તમામ શહેરી વિસ્તારમાં લોકોને અલગ અલગ માધ્યમથી આ રોગ વિશેની જાણકારી આપવામાં આવશે.   

૩૦ મી જાન્યુઆરીએ જિલ્લાના તમામ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરી સરપંચશ્રી દ્વારા ગામના તમામ સભ્યોને લેપ્રસી રોગ વિશે માહિતગાર કરવામાં આવશે તથા આ રોગ સામે લડવા માટે તમામ પ્રજાજનો દ્વારા પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, ઘરમાં કોઇ સભ્‍યને શરીર ઉપર આછાં-ઝાંખા રતાશ પડતાં ચાઠાં હોય, શરીર પર અસ્‍પષ્‍ટ કિનારીવાળા ચાઠાં, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર હોય, ચામડી ચળકતી અને સુંવાળી લાગે, હાથ-પગમાં સ્‍પર્શનો અભાવ હોય, શરીર પર ખાસ કરીને કાનની કિનારી અને ચહેરા ઉપર નાની ગાંઠો હોય તો રક્‍તપિત્ત હોઇ શકે છે. બહુ ઔષધીય સારવારથી રક્‍તપિત્ત ચોક્કસપણે મટી શકે છે. ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે, રક્‍તપિત્ત પૂર્વ જન્‍મના પાપનું ફળ નથી કે તે વારસાગત રોગ નથી કોઇપણ બાળક રક્‍તપિત્ત રોગ સાથે જન્‍મતું નથી. રક્‍તપિત્ત પુરૂષ-સ્ત્રી, બાળક-યુવાન, વૃધ્‍ધ ગરીબ-તવંગર કોઇને પણ થઇ શકે છે પરંતુ તે કોઇપણ તબક્કે મટાડી શકાય છે. વહેલુ નિદાન કરી નિયમિત અને પુરતી બહુઔષધીય સારવારથી તે વિના વિકૃતિએ ચોક્કસપણે મટી શકે છે. રક્‍તપિત્તથી કોઇએ ગભરાવવાની જરૂર નથી. રક્‍તપિત્તના દર્દીઓને સન્‍માનપૂર્વક જીવવા માટે પ્રોત્‍સાહિત કરી સમાજને ઉપયોગી બનવા તેમનો સ્‍વીકાર જ કરવો જોઇએ. આ રોગ અંગેની મદદ કરવા તેમજ યોગ્‍ય માર્ગદર્શન માટે જિલ્લા રક્‍તપિત્ત અધિકારીનો ફોન નં.૦૨૬૪૨-૨૪૦૫૪૧ પર સંપર્ક કરવો. 

બેઠકમાં ઈ.જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવા, ડૉ. દુલેરા, ડો. મુનિરા, નગરપાલિકાના સદસ્યો, પદાધિકારીશ્રીઓ, તાલુકા મેડીકલ ઓફીસરશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ – 

 

સમાચાર સંખ્‍યા – ૪૫

ભરૂચ જિલ્લા કક્ષાના કલામહાકુંભ – ૨૦૧૯ નું આનંદ નિકેતન ચાવજ ખાતે થયેલું આયોજન

———

તા.૨૩ ના રોજ સહકાર રાજ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઉદઘાટન કાર્યક્રમ યોજાશે

———

ભરૂચઃ(બુધવાર):- રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ભરૂચ વહીવટીતંત્ર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભરૂચ સંચાલિત ભરૂચ જિલ્લા કક્ષા કલામહાકુંભ તા.૨૩/૦૧/૨૦૨૦ થી તા.૨૪/૦૧/૨૦૨૦ દરમિયાન આનંદ નિકેતન ચાવજ(તા.જિ.ભરૂચ) યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમનું ઉદઘાટન કાર્યક્રમ તા.૨૩/૦૧/૨૦૨૦ ને સવારે ૧૦:૩૦ કલાકે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે. ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, આનંદ નિકેતનના ટ્રસ્ટીશ્રી નિષિધ અગ્રવાલ તથા ડૉ. આનંદ બસિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે એમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિરલ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.     

– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ – 

સમાચાર સંખ્‍યા – ૪૬

ભરૂચ જિલ્લામાં તા.૨૬ મી એ વાગરા ખાતે આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક

પર્વની જિલ્લાકક્ષાની થનારી ભવ્યાતિભવ્ય ઉજવણી

———

જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના હસ્તે થનારૂં ધ્વજવંદન

——— 

ભરૂચઃ(બુધવાર):- ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી-૨૦૨૦ ને રવિવારના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપૂર્ણ આન, બાન અને શાન સાથે વાગરા તાલુકા મુખ્યમથકે એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે કરાશે. પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના વરદહસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. ત્યારબાદ પરેડનું નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન, સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડીને સન્માન, યોગ નિદર્શન અને સાંસ્કૃત્તિક કાર્યક્રમો તથા ઈનામ વિતરણ તથા સન્માનપત્ર એનાયત કાર્યક્રમ યોજાશે. 

– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ – 

 સમાચાર સંખ્‍યા – ૪૭

ધ્‍વજવંદનના રાષ્‍ટ્રીય કાર્યક્રમમાં જોડાવવા નગરજનોને અપીલ

——–

ભરૂચઃ(બુધવાર):- આગામી ૭૧માં પ્રજાસત્તાક દિન ૨૬ મી જાન્‍યુઆરી – ૨૦૨૦ નિમિત્તે યોજાનાર ધ્‍વજવંદન કાર્યક્રમ કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના વરદહસ્‍તે ભરૂચ જિલ્લાના વાગરા એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ તાલુકા વાગરા ખાતે સવારના ૯:૦૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં સરકારી, અર્ધસરકારી સંસ્‍થાના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા પ્રજાજનોને આ રાષ્‍ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રીય કાર્યક્રમને દિપાવવા નિવાસી અધિક કલેક્‍ટર – ભરૂચ ધ્‍વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે. 

– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ –

 

સમાચાર સંખ્‍યા – ૪૮

કમોસમી વરસાદથી પાક નુકશાન પામેલ ખેડૂતો માટે ખેડૂત જોગ સંદેશ

——–

ભરૂચઃ(બુધવાર):- ગુજરાત રાજ્યમાં વરસાદ કમોસમી વરસાદથી નુકશાન પામેલ ખેડૂતોને સહાય માટે રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૪ જાન્યુઆરી – ૨૦૨૦ સુધી ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ હતી. કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત પર ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય કક્ષાએ VLE નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ હતું. ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થતાં ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ સાથે નિયત અરજી પત્રકના નમૂનામાં ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો, આધાર નંબરની નકલ, બેંક ઓકાઉન્ટ નંબરની નકલ જોડી તલાટીશ્રી/ગ્રામ સેવકશ્રીને અરજી આપવાની થતી હતી. 

    હાલ ચુકવણાની કામગીરી ચાલુ છે તેમજ ચુકવણાની કામગીરી આ માસમાં જ પુરી કરવાની હોઈ, જે કોઈ ખેડૂતોએ ઉપરોક્ત અરજીની પ્રિન્ટ અને જરૂરી સાધનિક કાગળો ગ્રામસેવકશ્રીને આપવાના બાકી હોય તો તાત્કાલિક ગ્રામ સેવકને ગ્રામ પંચાયત પર પહોંચતા કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ સેવક, તલાટી, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી – તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.    

– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ –

સમાચાર સંખ્‍યા – ૪૯

અંકલેશ્વર ખાતે શ્રમયોગી સંમેલન તથા ચેક વિતરણ કાર્યક્રમ યોજાશે

———

ભરૂચઃ(બુધવાર):- ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંગઠિત ક્ષેત્રે કામ કરતાં શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે શ્રમયોગી સંમેલન તથા વિવિધ યોજનાઓની આર્થિક સહાયના ચેક વિતરણ કાર્યક્રમ તા.૨૩/૦૧/૨૦૨૦ ને બપોરના ૦૪:૦૦ કલાકે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, પ્લોટ નં.૬૧૮/૬૧૯, જીઆઈડીસી અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદઘાટન સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ કરશે. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન અને રાષ્ટ્રીય અલ્પ સંખ્યક આયોગ નવી દિલ્હીના સભ્ય શ્રી સુનિલ સિંધી ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવા અને વિશેષ ઉસ્થિતિ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝના સભ્ય શ્રી વાડા દસ્તૂરજી ખૂર્શીદ કે. દસ્તૂર તથા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.   

 

 

Translate »
%d bloggers like this: