થોડા સમયથી ભરૂચ જીલ્લામા ધાડ પાડી તરખાટ મચાવનાર ધાડપાડુ ગેંગ ને ધાડમા ગયેલ અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણ ધાડ એક લૂંટ તથા બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ જીલ્લા પોલીસ

થોડા સમયથી ભરૂચ જીલ્લામા ધાડ પાડી તરખાટ મચાવનાર ધાડપાડુ ગેંગ ને ધાડમા ગયેલ અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણ ધાડ એક લૂંટ તથા બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ જીલ્લા પોલીસ

ગઇ તા.૫/૧૦/૨૦૧૯ ના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ મોદલીયા ગામનીસીમમા IOCL કંપનીના પ્રોજેક્ટ ચાલતો હોય જેમા અમુક ધાડ પાડુ ઇસમો આઠથી નવ જેટલા સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવી પુરીદઇને તમામના મોબાઇલો ઝુટવી લઇ તમામના મોબાઇલના સીમ કાર્ડ તોડીકાઢી એક આઇસર ટેમ્પામા મુદ્દામાલ ભરી લઇ જઇ ધાડ નો ગુનો બનેલ તથા આજ પ્રકારના મોડસ ઓપરેન્ડી થી બીજો બનાવા નબીપુર પો.સ્ટે ખાતે આવેલ બંબુસર ગામની સીમમા તા.૧૭/૦૯/૨૦૧૯ ના રોજ બનવા પામેલ હતો જે બનાવ અનુસંધાને જીલ્લામા આવા ગંભીર ગુનાઓ બનતા અટકાવવા સારૂ પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ દ્રારા જીલ્લામા આતંક મચાવનાર ધાડ પાડુ ટોળકી ને શોધી કાઢવા સુચના આપવામા આવેલ
ઉપરોક્ત બનાવ અનુસંધાને શ્રી એમ.પી.ભોજાણી નાયબ પોલીસ અધિક્ષક અંક્લેશ્વર ડીવીઝન તથા શ્રી જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પો.સ્ટે. ના પો.સ.ઇ કે.ડી.જાટ તથા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ પોલીસ સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી ધાડપાડુ ટોળકીને ઝડપી પાડવા વ્યુહ રચનાબનાવી તપાસ હાથ ધરવામા આવેલ આ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે માહીતી એકત્રિત કરી ધાડ પાડુ ગેંગ ના કુલ-૦૬ આરોપીઓને ધાડમા ગયેલ અસલ મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવેલ છે. પકડાયેલ આરોપીઓની સધન પુછપરછ દરમ્યાન નેત્રંગ પો.સ્ટે. ના ધાડના ગુના ઉપરાંત ભરૂચ જીલ્લાના નબીપુર પો.સ્ટે. તથા નર્મદા જીલ્લાના રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમા કરેલ ધાડના ગુનાઓ તેમજ દહેજ પો.સ્ટે. વિસ્તારમા કરેલ લુંટનો ગુનો તેમજ દહેજ પો.સ્ટે. વિસ્તારમા કરેલ ચોરી તથા સુરત શહેરના અમરોલી પો.સ્ટે. વિસ્તારમા કરેલ ભંગાર ચોરીના ગુનાઓની કબુલાત આપેલ છે.

પકડાયેલ આરોપીઓ
(૧) રાજુભાઇ માલાભાઇ બામ્બા (ભરવાડ) રહે હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી સુરત મુળ રહે ગઠડીયાગામ તા.જી-બોટાદ
(૨) ગોકુળ ઉર્ફે ગોપાલભાઇ સાજનભાઇ ભરવાડ રહે હાલ ધર નં ૩ બીલ્ડીંગ એ એસ.એમ.સી કવાટર્સ ગજેરા હાઇસ્કુલની પાછળ કતારગામ જી.સુરત મુળ રહે કારીયાણીગામ તા જી બોટાદ
(૩) સુરેશભાઇ ઉદયભાઇ મીઠાપરા રહે હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી.સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ
(૪) પરેશભાઇ હીરાભાઇ પરમાર રહે હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી.સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ
(૫) હીરાભાઇ સવજીભાઇ પરમાર રહે હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ
(૬) નરેશભાઇ ઉદયભાઇ મીઠાપરા રહે હાલ ધામરોડગામ મોરાટેકરા કૈલાસ હોટલની પાછળ તા.માંગરોલ જી.સુરત મુળ રહે,હેબતપુર તા.ધોલેરા જી.અમદાવાદ
આરોપીઓની એમ.ઓ.
આ ગેંગ નો મુખ્ય સુત્રધાર રાજુ માલાભાઇ બામ્ભા (ભરવાડ) જે જગ્યાએ લુંટ/ધાડ/ચોરી કરવાની હોય તે જગ્યાની અગાઉથી રેકી કરી જ્ગ્યાની ભૌગોલીક પરિસ્થિતિ થી વાકેફ થઇ આરોપી ગોકુળ ઉર્ફે ગોપાલ સાજણભાઇ ભરવાડ ના આઇસર ટેમ્પામા પોતાના અન્ય સાથીદારો સાથે લુંટ/ધાડ/ચોરી કરવાની હોય તે જગ્યાએ રાત્રીના સમયે પહોંચી હાજર માણસોને ડરાવી ધમકાવી બંધક બનાવી તમામના મોબાઇલ ફોન ના સીમકાર્ડ તોડી નાંખી લુંટ/ધાડ કરી મુદ્દામાલ આઇસર ટેમ્પામા ભરી નંબર પ્લેટ ઉપર કાદવ કીચડ લગાડી મુદ્દામાલ લઇ નાસી જવાની ટેવ વાળા છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપીઓ માથી ગોકુળ ઉર્ફે ગોપાલભાઇ સાજનભાઇ ભરવાડ રહે હાલ ઘર.નં-૩ બીલ્ડીંગ એ એસ.એમ.સી કવાટર્સ ગજેરા હાઇસ્કુલની પાછળ કતારગામ જી.સુરત મુળ રહે કારીયાણીગામ તા જી બોટાદ જે આજથી ત્રણેક વર્ષ પહેલા હાંસોટ પો.સ્ટે વિસ્તારમા ભેંસ ચોરીમા દેવીપુજ ગેંગ સાથે પકડાયેલ છે.

ધાડમાં ગયેલ મુદ્દામાલ તથા દહેજ લુંટમા વપરાયેલ પીકપ વાન કબ્જે કરવામા આવેલ છે.
(૧) ડ્રીલીંગ માટેના રોડ પાઇપ નંગ-૬૩ કી.રૂ.૦૩,૧૭,૦૦૦/-
(૨) બોલેરો પીક-અપ ગાડી નંબર- GJ-13-AT-4431 કી.રૂ.૦૩,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૫૫૦૦/- મળી કુલ કી.રૂ. ૦૬,૨૨,૫૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુનાઓ
(૧) નેત્રંગ પો.સ્ટે. ગુ.ર.નંબર I ૪૩/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૯૫,૩૯૭,૪૪૭,૩૪૨,૫૦૬(૨),જી.પી.એકટ-૧૩૫
(૨) નબીપુર પો.સ્ટે. ગુ.ર.નંબર I ૬૯/૨૦૧૯ ઇ.પી.કો.ક-૩૯૫,૩૯૭,૪૪૭,૩૪૨,૫૦૬(૨)
(૩) દહેજ પો.સ્ટે. ગુ.ર.નંબર I ૫૦/૨૦૧૯ ઇ.પી.કો.ક-૩૯૨,૩૯૪
(૪) રાજપીપળા પો.સ્ટે. ગુ.ર.નંબર I ૧૧૮/૨૦૧૯ ઇ.પી.કો.ક-૩૯૫,૩૯૭, ૩૪૨,૫૦૬(૨)
(૫) દહેજ પો.સ્ટે. વિસ્તારમા ભંગાર ચોરીની કબુલાત
(૬) સુરત શહેર ના અમરોલી પો.સ્ટે. વિસ્તારમા ભંગાર ચોરીની કબુલાત
કામગીરી કરનાર ટીમ-
પોલીસ ઇન્સ. જે.એન.ઝાલા તથા પો.સ.ઇ કે.ડી.જાટ નેત્રંગ પો.સ્ટે. તથા ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશનો સ્ટાફ

Translate »
%d bloggers like this: