બ્‍યુરો, ગુજરાત રાજય – ભરૂચ

 બ્‍યુરો, ગુજરાત રાજય – ભરૂચ

કલેકટર કચેરી સામે, કણબી વગા, ભરૂચ – ૩૯૨૦૦૧

(ફોન નં.૨૨૨૩૪૮-૨૪૩૭૭૮ ફેક્‍સ નં.૨૪૦૮૫૦)

 Email – ddibharuch2642@gmail.com 

 

  

ઉપાધ્યક્ષશ્રી નરહરિ અમીનના અધ્યક્ષપણા હેઠળ “નમામિ દેવી નર્મદે મહોત્સવ”ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

 

——— 

ભરૂચઃ(સોમવાર):- રાજ્યના મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન સરદાર સરોવર ડેમાની પૂર્ણ સપાટી – એટલે કે ૧૩૮.૬૭ મીટર (૪૫૫ ફુટ) સુધી પ્રથમ વખત જ જળરાશિ ભરાતા, આ પ્રસંગને ઉત્સવ રૂપે ઉજવવાના ભાગરૂપે જિલ્લા કક્ષાનો “નમામિ દેવી નર્મદે મહોત્સવ” ની ઉજવણી તા.૧૭/૦૯/૨૦૧૯ નાં રોજ રાજ્યના આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી નરહરિ અમીનના અધ્યક્ષપણા સવારે ૧૦:૦૦ કલાકે માતરીયા તળાવ – ભરૂચ ખાતે ઉજવાશે. આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહેશે એમ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી – ભરૂચે એક યાદીમાં જણાવેલ છે. 

 

Translate »
%d bloggers like this: