નર્મદા સુગરને નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ તરફથી દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ એનાયત કરાયો

નર્મદા સુગરને નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ તરફથી દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ એનાયત કરાયો.
નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ ને ઉચ્ચરીકવરી એરિયા માંથી મહત્તમ ખાંડની નિકાસ કરવા માટે એનાયત કરાયો.

રાજપીપળા, તા.1
ભરૂચ અને નર્મદા ના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરને ચાલુ સાલે વધુ એક નેશનલ એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર તરફથી દિલ્હી ખાતે તા. 28 /8 /19 ના રોજ દિલ્હી ખાતે 60 ની વાર્ષિક સાધારણ સભામાં આપવામાં આવ્યો હતો. જેમાં નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ ને ઉચ્ચ રિકવરી એરિયામાંથી મહત્તમ ખાંડની નિકાસ કરવા માટે નર્મદા સુગર ધારીખેડા ને એનાયત કરાયો હતો. નર્મદા સુગરને 2018 -19 ના વર્ષ માટે પ્રથમ એવોર્ડ મળતા સભાસદો માં ખુશી ની લાગણી ફેલાઈ હતી,

અને ચેરમેન ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. અને નર્મદા સુગરની કામગીરીને બિરદાવવા માં આવી હતી.
આ વર્ષનો સતત બીજો એવોર્ડ મળવાથી ખેડૂતો પોતાની સંસ્થાના ચેરમેન ઘનશ્યામ પટેલ માટે ગૌરવ અનુભવી રહ્યા હોય. નર્મદા જિલ્લા તથા ભરૂચ જિલ્લાના ખેડૂત મિત્રો એ નર્મદા જિલ્લા નું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ .જ્યોતિ જગતાપ રાજપીપળા

Translate »
%d bloggers like this: