ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામ નજીકથી 2.95 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોની SOG પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામ નજીકથી 2.95 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોની SOG પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરતાલુકાનાં કોસમડી ગામ નજીક આવેલ CNG પંપ નજીક SOG પોલીસની ટીમે વોચ ગોઠવી 2 ઈસમોની ધરપકડ કરી હતી. વાલિયા તરફથી બાઇક લઇને આવતા નંદુરબારના 2 ઇસમો પાસે રહેલા કોથળાની તપાસ કરતાં તેમાંથી 2.95 કિલો જેટલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

સમગ્ર મામલે SOG પોલીસે મહારાષ્ટ્રના નંદુરબારના શૈલેન્દ્ર ગોસાવી અને વિનોદ વળવી નામના 2 ઇસમોની અટકાયત કરી હતી, ત્યારે સૌપ્રથમ બન્ને આરોપીઓના કોરોના ટેસ્ટ કરવા માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. SOG પોલીસ દ્વારા બન્ને પાસેથી 2.95 કિલો ગાંજો, 2 મોબાઈલ અને બાઈક મળી કુલ કિંમત રૂપિયા 64 હજાર જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Translate »
%d bloggers like this: