ભરૂચના શકિતનાથ શાકમાર્કેટમાં શાકભાજીનું વેચાણ કરતાં ફેરિયાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાય ગયો છે. શાકમાર્કેટ વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરી માર્કેટ ખાલી કરાવી દેવાતાં લારીઓવાળાઓમાં દોડધામ મચી ગઇ હતી

 

ભરૂચ શહેર તથા જિલ્લામાં અનલોક બાદ લોકો કોરોના વાયરસ પ્રતિ બેદરકાર બની ગયાં હોય તેમ લાગી રહયું છે. ખાસ કરીને શાકભાજીની લારીઓવાળા તથા ત્યાં ખરીદી માટે જતાં લોકો માસ્ક પહેરતાં ન હોવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયું છે. સતત ગ્રાહકોની અવરજવરથી ભરચક રહેતાં શકિતનાથ શાકમાર્કેટમાં લારી લઇને ઉભા રહેતાં એક ફેરિયાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં સમગ્ર શકિતનાથ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

લારીઓવાળાઓ રોડની સાઇડ પર ઉભા રહી જતાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ઓછો થવાને બદલે ફરીથી વધી ગયો છે. ફેરિયાઓ કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે માટે વહીવટીતંત્ર કડકાઇથી કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Translate »
%d bloggers like this: