ભારાપરા ગામના વિજપડા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો ના લાઇટ ના પ્રશ્ને પીજીવીસીએલ પેટા કચેરી ત્રાપજ ખાતે રજુઆત કરવામાં આવી

આજ રોજ કલ હમારા યુવા સંગઠન ના કાર્યકર્તા વલ્લભભાઈ બારૈયા ની આગેવાની હેઠળ ભારાપરા ગામના વિજપડા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો ના લાઇટ ના પ્રશ્ને પીજીવીસીએલ પેટા કચેરી ત્રાપજ ખાતે રજુઆત કરવામાં આવી


અંદાજિત ડોઢ મહીનાથી વિજ પુરવઠો અનિયમિત હોય અને અઠવાડિયા થી સદંતર બંધ હોય તેનાથી પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે અને જીવજંતુ નો ઉપદ્રવ વધતો હોય તેમજ બીમારી ની વ્યાપક પ્રમાણમાં અસર હોય તો આવા સંજોગોમાં વહેલી તકે વીજળીની સમસ્યા હલ કરવા માં આવે તેવી માંગણી કરવામાં આવી છે


સબ ડિવિઝનલ અધિકારી મીટીંગમાં હોય ટેલીફોનીક સંપર્ક કરતા વહેલી તકે નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે
આ બનાવમાં કલ હમારા યુવા સંગઠન ના કાર્યકર્તા વલ્લભભાઈ બારૈયા, સુરેશભાઈ જાલા, વિજયભાઈ મકવાણા, ભટુરભાઈ મકવાણા, મહેશભાઈ બારૈયા અને ભારાપરા ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા 3/8/19

Translate »
%d bloggers like this: