કોરોના COVID-19 ના પગલે ખોટા સંદેશા ફેલાવતા વાળા સામે પગલાં લેતી બોટાદ જિલ્લાની બરવાળા પોલીસ ટીમ*

*કોરોના COVID-19 ના પગલે ખોટા સંદેશા ફેલાવતા વાળા સામે પગલાં લેતી બોટાદ જિલ્લાની બરવાળા પોલીસ ટીમ*
શ્રી ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબ તથા શ્રી પોલીસ અધિક્ષક બોટાદ શ્રી હર્ષદ મહેતા સા. એ કોરોના COVID-19 ને લઈ સોશિયલ મિડીયામા કોઇ ખોટી અફવા ન ફેલાવે તે બાબતે સોશિયલ મિડીયા ઉપર વોચ રાખવા સુચના કરેલ હોઇ જેથી બરવાળા પો.સબ.ઈન્સ એસ.વાય. ઝાલા તથા HC દશરથદાન ખેતદાન તથા PCવિજયસિંહ ભરતસિંહ તથા PC ધવલ ભાઇ ખોડાભાઇ તથા PC જીતુભાઇ વાલજીભાઇનાઓ સોશિયલ મિડીયામા વાઈરલ થતા મેસેજ ઉપર નજર રાખી રહ્યા હતા તે દરમ્યાન માહીતી મળેલ કે ગઇ તા.૦૧/૦૪/૨૦૨૦ ના રોજ ક.૦૯/૨૨ PM વાગ્યે “એડિમશન હેલ્પ ૨૦૧૯” નામના વોટ્સએપ ગ્રૂપમા મો-૯૯૨૪૪૯૬૮૮૦ ઉપરથી ભુપતભાઇ નામની વ્યક્તીએ એક ખોટો મેસેજ વાયરલ કરી ”જાહેર ચેતવણી“ ના શીર્ષક સાથે એવી અફવા ફેલાવેલ કે આથી નગરની જાહેર જનતા જણાવવાનુ કે દિલ્લીમા તા.૧૩ માર્ચ થી ૨૪ માર્ચ ૨૦૨૦ સુધી તબલીગી જમાત મરક્સે ૨૫૦૦ દેશ-વિદેશ થી કોરોના પોઝીટીવ મુસ્લીમો ને ભેગા કરી ભારત દેશ ના અલગ અલગ રાજ્યો મા મોકલી કોરોનાનો ચેપ ફેલાવવાનુ આતંકી ક્રુત્ય કર્યુ છે તો દરેક નગરજન ને ચેતવણી આપવામા આવે છે કે તમારા એરીયામા જે કોઇપણ મુસ્લીમ શાકભાજીની લારીઓ વાળા, ફળફળાદી વાળા ફેરીયાઓ આવે તો કોઇપણ પ્રકારે તેની પાસેથી ખરીદી કરવી નહી તથા તેઓ હિન્દુ વિસ્તારો મા આવી થુકી-થુકી ને કોરોના ફેલાવવાનુ જેહાદી ક્રુત્ય કરી રહ્યા છે માટે સચેત રહેવુ તથા આ માહીતી દરેક હિન્દુભાઇ પોતાની પરમ ફરજ સમજીને વધુને વધુ વોટસપ ગ્રુપ મા શેર કરી હિન્દુ લોકો ને સાવચેત કરે “જન હિત મા જારી”તેવો સંદેશો વીજાણૂ માધ્યમ થી પ્રદર્શીત કરેલ જેથી આ અંગે આઈ.પી.સી કલમ ૫૦૫ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ,૨૦૦૫ ની કલમ ૫૪ મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરેલ અને આ અંગેની આગળની તપાસ બરવાળા પો.સ્ટેના અના.એ.એસ.આઇ શિવાંગકુમાર એચ.ભટ્ટ નાઓ ચલાવી રહયા છે.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: