બરવાળા નગરપાલિકા માં ચીફ ઓફિસર શ્રી ને સામાજીક કાર્યકર દ્વારા આવેદનપત્ર અપાયું

બરવાળા નગરપાલિકા માં ચીફ ઓફિસર શ્રી ને
સામાજીક કાર્યકર દ્વારા આવેદનપત્ર અપાયું.

બરવાળા નગરપાલિકા માં ચીફ ઓફિસર શ્રી અને તેમના કર્મીઓ જે દિવસ રાત કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત છે તેમને બિરદાવ્યા અને સાથે વિકાસ ના કામો જેવા બરવાળા શહેર ના તમામ વિસ્તારો માં ચોમાસુ પાણી ભરાવવાના કારણે અને ગંદકી ના કારણે મચ્છર જન્ય રોગ ફેલાવવાની શક્યતા ના કારણે રોગપ્રતિારકશક્તિ ઓછી થવાના કારણે કોરોના ના થવાની બરવાળા ની જનતા ને શક્યતાઓ હોય તો આ બાબતે ત્વરિત ગંદકી દૂર કરવામાં આવે

.દવાં નો છટકાવ તમામ વિસ્તારો માં કરવામાં આવે.ખાસ પછાત વિસ્તારો જેવા કે ચરમાળીયા શેરી, ખારા વિસ્તાર આં-1 અને 2 અને દેવીપુજક વાસ, રાવળ શેરી, કેશવનગર અને અન્ય તમામ વિસ્તારો માં જ્યાં રસ્તા ની સુવિધા નથી ત્યાં રોડ બનાવવા માં આવે.અને પાણી ના કનેક્શન ના ખોદાણ ના કારણે રસ્તા તૂટવાના કારણે અકસ્માતો ના બનાવ બને છે તે કામચલાઉ સમારકામ કરવામાં આવે પાણી ની સુવિધાઓ પૂરી પાડવામાં આવે.પાણી ચોક્કસ સમયે બરવાળા ની જનતા ને આપવામાં આવે.જરૂર હોય ત્યાં સ્ટ્રીટ લાઇટ ની સુવિધાઓ પુરી પાડવામાં આવે.અને સરકારી જીમ માં જીમ ના જરૂરી સાધનો વસાવવામાં આવે તેવી યુવા સામાજીક કાર્યકર દ્વારા ઓફિસરશ્રી ને આવેદનપત્ર આપી વિવિધ વિસ્તાર ના સ્થાનિક યુવાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા

Translate »
%d bloggers like this: