બોટાદ જીલ્લાના બરવાળા પો.સ્ટે.ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ જિલ્લા ની બરવાળા પોલીસ ની ટીમ

બોટાદ જીલ્લાના બરવાળા પો.સ્ટે.ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ જિલ્લા ની બરવાળા પોલીસ ની ટીમ

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ નાસતા ફરતા ગુન્હેગારો પકડી પાડવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લાના બરવાળાપો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૨૯/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૨૭૮, ૨૮૪, ૨૮૫, તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ નું કલમ ૭, ૮,૧૫(૧) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિજયભાઇ ભોજાભાઇ ડોડીયા જાતે-અનું. જાતિ ઉ.વ.૩૫ રહે. મુળ બગડ, તા. રાણપુર, જી બોટાદ, હાલ વ્યારા ગોકુલધામ રેસીડેન્સી, મકાન નંબર ૨૦૨ પાનવાડી, તા. જી. વ્યારા વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી બરવાળા બસ સ્ટેન્ડ માં ઉભેલ હોવાની હકીકત પી એસ આઇ એસ.વાય. ઝાલા ને મળતા તરતજ સ્ટાફને લઈને ત્યાં જતાં આ કામનો આરોપી વિજયભાઇ ભોજાભાઇ ડોડીયા જાતે-અનું. જાતિ ઉ.વ.૩૫ રહે. મુળ બગડ, તા. રાણપુર, જી બોટાદ, હાલ વ્યારા ગોકુલધામ રેસીડેન્સી, મકાન નંબર ૨૦૨ પાનવાડી, તા. જી. વ્યારા વાળો મળી આવતા ઉપરોક્ત ગુન્હાના કામે તા.૨૬/૦૧/૨૦૨૦ ના રોજ ક.૧૪/૩૦ વાગ્યે બરવાળા બસ સ્ટેન્ડ માંથી ધરપકડ કરેલ છે
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-
આ કામગીરી પોલ્રીસ અધીક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એસ વાય ઝાલા નાઓએ તથા સ્ટાફે કરેલ છે.

Translate »
%d bloggers like this: