ગણતરીની કલાકોમા આરોપીને પકડી પાડતી બોટાદ જિલ્લા તથા ધંધુકા પોલીસ ટીમ.* *બરવાળા પોલીસ અને બોટાદ જિલ્લા પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ૫’૪૬૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી લીધો*

*પ્રેસ નોટ*
*ગણતરીની કલાકોમા આરોપીને પકડી પાડતી બોટાદ જિલ્લા તથા ધંધુકા પોલીસ ટીમ.*
*બરવાળા પોલીસ અને બોટાદ જિલ્લા પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ૫’૪૬૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી લીધો*
ફરીયાદી કલ્પનાબેન જીવણભાઇ દિવેચા ઉ.વ.-૫૧ રહે- હાલ- યુ.કે. લેસ્ટર,ડોર.નં-૪૪,કેરેટ એવન્યુ. મુળ રહે-દિવ,ફુદમના,ગંગેશ્વર મહાદેવના મંદિર પાસે તા,જિ,-દિવ વાળા પોતાના પરીવાર સાથે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર,સાળંગપુર ખાતે દર્શન અર્થે આવેલ હતા અને સવારના દશેક વાગ્યાનો સમય હતો અને દર્શન કરી બહાર મંદિરના કંમ્પાઉન્ડમા પોતાના મોબાઇલ થી ફોટોગ્રાફી કરતા હતા તે વખતે પોતાના પાસે રહેલ લેડીઝ પર્સ નીચે જમીન પર મુકેલ હતુ તે કોઇ ચોરી કરી લઇ ગયેલાનું જાણ થતા તેમણે તુરત જ પોલીસને જાણ કરેલ અને આ વખતે બરવાળા પોલીસે તુરત જ એક ટીમ સ્થળ પર મોકલી અને ફરી.ને પો.સ્ટે.ખાતે બોલાવી તેમણી ફરીયાદ લેતા જેમા પોતાના પર્સ મા કિંમતી સોનાના દાગીના તેમજ થોડી રોકડ તથા મોબાઇલ હોવાનું જણાવેલ જેથી તાત્કાલિક ફરીયાદ લઇ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ બરવાળા પો.સ.ઇ શ્રી એસ.વાય.ઝાલા સા એ શ્રી એસ.પી.શ્રી હર્ષદ મહેતા સા ને જાણ કરેલ તથા વિભાગીય અધિકારી શ્રી આર.એન.નકુમ સા ને જાણ કરેલ આ બંને ઉપરી અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ તથા ટેકનીકલ ટીમ અને સી.સી.ટી.વી સર્વેલન્સ ટીમ તથા બોટાદ જિલ્લાની અન્ય પોલીસ સ્ટેશનની ટીમ રવાના કરેલ અને તાત્કાલિક બનાવના મંદિર ખાતેના સી.સી.ટી.વી ફુટેજ મેળવવામાં આવેલ અને સી.સી.ટી.વી સર્વેલન્સ ટીમ તથા ટેકનીકલટીમ માધ્યમથી આ કામેનો આરોપી ધંધુકા તરફ જતો હોવાનું જણાતા ધંધુકા પોલીસને પણ જાણ કરતા આરોપીને તમામ મુદ્દામાલ સાથે ધંધુકા ખાતે બોટાદ જીલ્લાની તમામ ટીમો ધંધુકા ખાતે મળી ઘંધુકા પોલીસના સહકારથી પકડી પાડેલ હતો અને ચોરીમા ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ તમામ મુદ્દામાલ રીકવર કરેલ હતો.
મુદ્દામાલની વિગત
(૧) સોનાની લકી વજન ૨૫ ગ્રામ આશરે,કિ.રૂ.૭૫,૦૦૦/- (૨) ગંગા જમના હાર સોનાનો મોતી સાથે વજન ૫૯ ગ્રામ કિ.રૂ.૧,૭૭,૦૦૦/- (૩) સોનાની બુટી જોડ એક વજન-૧૮ ગ્રામ કિ.રૂ.૫૪,૦૦૦/- (૪) સોનાનું મંગળસુત્ર વજન ૧૧ ગ્રામ કિ.રૂ.૩૩,૦૦૦/- (૫) સોનાની કડલી (બંગડી) વજન-૪૩ ગ્રામ ૧,૨૯,૦૦૦/- (૬) સોનાનું બાજુ બંધ વજન ૨૫ ગ્રામ કિ.રૂ.૭૫,૦૦૦/- (૭) સોનાનું ઓમ વજન ૦.૩૧૦ ગ્રામ કિ.રૂ.૯૩૦/- (૮) નોકિયા કંપનીનો મોબાઇલ કિ.રૂ.-૫૦૦/- (૯) રોકડ રકમ -૨૨૪૦/- મળી કુલ કિ.રૂ.૫,૪૬,૬૭૦/- નો મુદ્દામાલ.
*આમ આ કામના ફરીયાદી યુ.કે.માં રહેતા હોય તેમને તાત્કાલીક પરિણામ આપી ઉતમ દાખલારૂપ કામગીરી કરી બરવાળા પો.સ્ટે. ખાતે ના ઉપરોક્ત ગુનાનો ભેદ માત્ર ૨ થી ૩ કલાકમા ઉકેલીને આરોપીને અટક કરી ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી બોટાદ જિલ્લા પોલીસ તેમજ ધંધુકા પોલીસ દ્વારા પ્રશંસનિય કામગીરી કરેલ છે.*

લાઈવ ક્રાઇમ ન્યુઝ
રિપોર્ટર. ઉમેશ ગોરાહવા બરવાળા

Translate »
%d bloggers like this: