રાણપુરમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ રાણપુરની 10 જેટલી દુકાન ધારકો પાસેથી રૂ.1500 નો દંડ વસુલ કરવામાં આવ્યો

બ્રેકીંગ ન્યુઝ રાણપુર

રાણપુરમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ રાણપુરની 10 જેટલી દુકાન ધારકો પાસેથી રૂ.1500 નો દંડ વસુલ કરવામાં આવ્યો

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જીલ્લા ક્લેક્ટર વિશાલ ગુપ્તા તેમજ જીલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણસિંગ સાંદુની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (કોટપા-2003)નું સધન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ-રેઇડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે.તાવીયાડના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ.આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા આજરોજ તા.26/12/2019 ના રોજ સવારે 11વાગ્યાથી રાણપુરમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી 10 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.1500/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ નું વેચાણ એ દંડનીય ગુનો છે અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે. એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર 85% ભાગમાં તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઇ-સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી.આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એમ.કે.સાત્યકી,ખસ એમ.ઓ.ડૉ. વિપુલ .જી. કાનેટીયા, ડૉ.પાર્થરાજસિંહ અને પોલીસ વિભાગના રાણપુરના પી.આઈ એમ.એમ.દીવાન,એ.એસ.આઈ ઇન્દ્રજીતસિંહ.જી.મોરી, ટી.એમ.પી.એચ.એસ. ઓ.ટી. ટીંબલ, ટી.એફ.એ.અશ્વિનભાઇ.જી. બારેવડીયા દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: