બોટાદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ આઠમા દિવસે પણ યથાવત..

બ્રેકીંગ ન્યુઝ બરવાળા

બોટાદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ આઠમા દિવસે પણ યથાવત….”

બોટાદ જિલ્લા ના પંચાયત હસ્તકના આરોગ્ય સેવાઓની જુદી જુદી છ કેડર ના તમામ કર્મચારીઓ તા.17/12/19 ના રોજ થી અચોક્કસ મુદ્દત ની હડતાલ આઠમા દિવસે પણ યથાવત રાખેલ છે.જેના પરિણામે આરોગ્યની વિવિધ સેવાઓ ન મળવાના કારણે ગ્રામ જાહેર આરોગ્ય કથળતું જય રહ્યું છે. તેમજ છેવાડાના નાગરિકો આરોગ્ય સેવાથી વંચિત થયા છે આગામી દિવસોમાં આરોગ્ય કર્મચારીઓ રેલી ધરણા તેમજ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે બોટાદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રતિનિધિઓ દ્વારા બરવાળા ખાતે બરવાળા તાલુકાના તમામ કર્મચારીઓનું એક સંગઠન તથા સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ કર્મચારી ” અભી નહીં તો કભી નહી” ના સંકલ્પ સાથે ઉત્સાહ ભેર પડતર પ્રશ્નો અંગે નિરાકરણ ન થાય ત્યાં સુધી આંદોલનમાં એક જૂથ થઇને ટકી રહેવાની ખાતરી આપેલ.

પ્રમુખ શ્રી
આરોગ્ય કર્મચારી મંડળ બોટાદ

રિપોર્ટર ગોરાહવા ઉમેશ. બી
બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: