બનાસકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનની મેગા ડ્રાઇવ દરમ્યાન કુલ ૧૪૬ કેસો શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ

તા.૧૪/૧૦/૧૯.સોમવાર.
બનાસકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનની મેગા ડ્રાઇવ દરમ્યાન કુલ ૧૪૬ કેસો શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુ.રા., ગાંધીનગર નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી ડ્રાઇવ ગુજરાત રાજયમાં ચાલતી હોઇ જે ડ્રાઇવ લગત શ્રી સુભાષ ત્રિવેદી., પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ ભૂજનાઓના માર્ગદર્શન હેઠળ *શ્રી તરૂણ દુગ્ગલ, પોલીસ અધિક્ષક શ્રી., બનાસકાંઠા પાલનપુર* નાઓએ જીલ્લામાં દેશી વિદેશી દારૂની બદૃી જડમૂળમાંથી નેસ્ત નાબુદ કરવા સારૂ બનાસકાંઠા જીલ્લા પોલીસની અલગ અલગ *૫૩ ટીમો* બનાવી એક સાથે જીલ્લામાં અલગ અલગ વિસ્તારમાં પ્રોહી અંગે રેઇડો કરવા સુચના કરતાં બનાસકાંઠાના તમામ ડી.વાયએસ.પી.શ્રીઓ તથા પો.ઇન્સ.શ્રીઓ તથા પો.સ.ઇ.શ્રીઓ સાથે બનાસકાંઠા જીલ્લાના પોલીસ કર્મચારીઓની ૫૩ ટીમો ધ્વારા બનાસકાંઠા જીલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં એક સાથે પ્રોહી ડ્રાઇવ લગત રેઇડ કરતાં બનાસકાંઠા જીલ્લામાંથી કુલ દેશી દારૂના કુલ ૧૪૪ કેસો તથા વિદેશી દારૂના– ર કેસો એમ *કુલ ૧૪૬ કેસો* શોધવામાં આવેલ જે તમામ ગુન્હાઓ અલગ અલગ લાગતા વળગતા પો.સ્ટે. દાખલ કરાવવામાં આવેલ છે. તેમજ દેશી દારૂની *નિષ્ફળ રેઇડ -૩૨૫* તથા વિદેશી દારૂની નિષ્ફળ રેઇડ – ૧૬ એમ *કુલ ૩૪૧ નિષ્ફળ* *રેઇડ* કરવામાં આવેલ છે. જે તમામ નિષ્ફળ રેઇડની નોંધ જે તે પોલીસ સ્ટેશનોમાં કરાવવામાં આવેલ છે. આમ પો.અધિ..એ જીલ્લામાં એક સાથે પ્રોહી રેઇડનુ આયોજન કરાવી એક સાથે રેઇડ કરાવતાં પ્રોહીના બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયેલ છે.

Translate »
%d bloggers like this: