કેરાળા ગામ અને બાંભણિયા પરિવાર નો ઈતિહાસ

આજે કેરાળા ગામની મુલાકાત દરમિયાન એક શૂરવીર વિર ની વાત 

આજે કેરાળા ગામની મુલાકાત દરમિયાન એક શૂરવીર વિર ની વાત કરીએ, ઘણા વર્ષો પહેલાની આ વાત છે.કેરાળા ગામની અંદર બાંભણીયા પરિવાર વસવાટ કરતા હતા.આજેપણ આ પરિવાર કેરાળા ગામમાં મોટા પ્રમાણ માં છે.આ ગામનું તોરણ ઢાપા પરિવારે બંધાવ્યુ હતુ.આ ગામની અંદર પ્રવેશ સાથે એક મોટો વડલો અને જયારે પણ હુ પસાર થાવ ત્યાં વડલે સમાજરુપી વડ વૃદ્ધ વ્યક્તિ બેઠા હોય છે.ત્યાં વડલાથી જમણી તરફ #ઉકાદાદા_માલાદાદા_આશ્રમ_કેરાળા આવેલો છે.હવે વાત કરીએ ઉકાદાદા અને માલાદાદાની બંન્ને સગા ભાઈ આ ગામની અંદર રહેતા હતી.એમા ઉકાદાદા મોટાભાઈ હતા.માલાદાદા પરણિત હતા.ઉકાદાદાને કાળો કોઢ નિકળેલ તેથી તેમણે સમાધી લેવાનું નક્કી કર્યુ. અને વાજતે ગાજતે સમાધી લીધી.અને વચન આપ્યુ આજ પછી બાંભણીયા પરિવારમાં કોઈને કોઢ નહી નીકળેલ ત્યારબાદ માલાદાદા એ પોતાના મૃત્યુ પછી ઉકાદાદાને ખોળે બેઠા.

એક ઉકાદાદા માલાદાદાની સત્ય હકીકત ની વાત કરીએ તો સમાધી લીધા બાદ અમુક વર્ષો બાદ એક લુહાર ની દિકરીને ડુંગરગાળા વિસ્તાર માં લગ્ન કરેલા બોવ જ દુઃખ આપે અને છેલ્લે તેને એ લોકો મારી નાખવા માગ્તા હોય છે.એટલે એ ભાગી નિકળે છે.અને ઉકાદાદા માલાદાદાનું સ્મરણ કરે છે.ત્યા જ બે સફેદ ઘોડેસવાર આવી ચડે છે.પૂછે છે દિકરી તારે કયાં જાવુ છે.એટલે કીધું મારે કેરાળા જાવુ છે.મારા સાસરિયાવાળા મને મારી નાખવા પાછળ પડયા છે.એટલે હુ ભાગી નીકળેલ છો.ત્યારે દાદાએ કીધુ ચાલ દીકરી અમે તને કેરાળા મુકી જાઈએ. ત્યારબાદ દિકરી પોતાના ગામ કેરાળા પહોંચી જાય છે.અને પેલા ઉકાદાદાએ શ્રીફળ વધેરીને પછી પાણી પીધુ.એવા ઘણા પ્રસંગ બનેલા છે,ચમત્કારના. આજેપણ ત્યા ચૈત્ર મહીનામાં વિશાળ હવન થાય છે.અને ભવ્ય ડાયરો થાય છે.કયારેક સમય મળે મુલાકાત કરી લેજો દોસ્તો અંતે એક દોહરો..

ઉચો ઓટલો ઉકાદાદા તણો માલાદાદાએ કીધી બમહેર સુખની લીધી સમાધી બાંભણિયા કુળને લીલાલેર.

અહેવાલ મિત્ર :- સહદેવ ઢાપા નીચડી – તળાજા

આપ પણ જાણો છો આપના ગામનો ઇતિહાસ તો મોકલી આપો અમારા સુધી અને અહેવાલ મિત્રમાં આપનુ નામ

 

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરો અને નોટિફિકેશન ઓન કરો અને જુવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર માત્રને માત્ર લાઇવ ક્રાઈમ ન્યુઝ પર

 

Translate »
%d bloggers like this: