અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે પવિત્ર ધર્મ સ્થળો અને પવિત્ર નદીઓના માટી-જળ એકત્ર કરવામાં આવી

અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે પવિત્ર ધર્મ સ્થળો અને પવિત્ર નદીઓના માટી-જળ એકત્ર કરવામાં આવી

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તળાજા પ્રખંડ(ભાવનગર જીલ્લા) દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે પવિત્ર ધર્મ સ્થળો અને પવિત્ર નદીઓના માટી-જળ એકત્ર કરવામાં આવી

અયોધ્યા માં ભગવાન શ્રી રામલલ્લા ના ભવ્ય મંદિર નિર્માણ માટે સમગ્ર દેશ માંથી પવિત્ર ભૂમિની માટી અને જળ એકત્રિત કરવામા આવી રહ્યુ છે ત્યારે તેના ભાગ રૂપે ભાવનગર જિલ્લાના તળાજા પ્રખંડ દ્રારા તળાજા તાલુકાના આજુબાજુ ના પવિત્ર અને સુપ્રસિદ્ધ યાત્રાધામ બાપા સીતારામ મંદિર ની માટી, બગડેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ તથા બગડ નદીનુ જળ-બગદાણા, મા માંગલ ધામ- ભગુડા, પવિત્ર અને પુરાતન ગોપીનાથ મહાદેવ-ગોપનાથ, અંબિકા આશ્રમ-સાંગાણા, મસ્તરામ આશ્રમ – ઝાંઝમેર, નરસિંહ મહેતાની જન્મભૂમિ અને એભલજી વાળાની કર્મભૂમિ એવા તાલધ્વજ નગરી જેવા પવિત્ર સ્થળોએથી માટી અને જળ નુ વૈદિક શાસ્ત્રોક્ત વિધીથી પૂજન અર્ચન કરી એકત્રિત કરવામા આવ્યુ.


આ કાર્યક્રમને સફળ બનાવવા સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તળાજા પ્રખંડ ના કાર્યકારો તથા સંઘના સ્વયંસેવકો જોડાયા હતા.

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: