છ દિવસ પહેલા નાના ખુટવડા ગામે પોસ્ટ ઓફિસમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રોકડ રૂ.૪૬૦૦/- તથા લોખંડના સળીયા તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૧૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં મિલ્કતસ બંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફના માણસો બગદાણા પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મોણપર ગામના બસ સ્ટેન્ડમાં આવતા નાના ખુટવડા બાજુથી એક બજાજા કંપનીની પ્લેટીના મોટર સાયકલ ઉપર બે જણા નિકળતા તેઓને રોકી ચેક કરતા બન્ને ઇસમોના પેન્ટના નેફામાં શંકાસ્પદ રીતે લોખંડના સળીયા લઇને મળી આવતા જે લોખંડના સળીયાઓ સાથે રાખવા બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહી. જેથી પંચોના માણસોને બોલાવી મો.સા. ચાલકનુ નામઠામ પુછતા ગૌત્તમભાઇ ધરમશીભાઇ મકવાણા જાતે- કોળી ઉ.વ.૨૦ ધંધો પંચરની દુકાન રહે.નાના ખુટવડા ગામ, તા.મહુવા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મોટર સાયકલ પાછળ બેઠેલ ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ ઘર્મેન્દ્રભાઇ ઉર્ફે ધારૂ મનુભાઇ ગોહીલ જાતે- દરબાર ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે.નાના ખુટવડા ગામ, તા.મહુવા જી.ભાવનગરવાળો હોવાનુ જણાવેલ અને મજકુર બન્નેની અંગ જડતી કરતા તે બન્નેના પેન્ટના નેફા માંથી લોખંડના સળીયા તથા બન્ને ઇસમોના રોકડ રૂપિયા મળી આવતા જે લોખંડના સળીયાઓ સાથે રાખવા બાબતે તેમજ પોતાની પાસેના રૂપિયા બાબતે મજકુર બન્ને ઇસમોને અમો પંચો રૂબરૂ પુછપરછ કરતા મજકુર બન્ને ઇસમોએ જાણવેલ કે‘‘ગઇ તા.૦૩/૦૮/૨૦૨૦ ના રોજ રક્ષાબંધનના દિવસે રાત્રીના બારેક વાગ્યે નાના ખુટવડા ગામે આવેલ પોસ્ટ ઓફિસના તાળા અમારી પાસેના લોખંડના સળીયા વાડે તોડી તેમાં રાખેલ લોખંડની પેટી અમારી પાસેની મોટર સાયકલ ઉપર લઇને અમારા ગામના તળાવ પાસે આવેલ ઘોલકા ધારે લઇ ત્યા લોખંડની પેટી તોડી તેમાંથી રૂ.૪૬૧૩/- નીકળતા તે રૂપીયાની ચોરી કરેલ હોવાનુ અને જે ચોરી માંથી પોતાના ભાગમાં આવેલ રૂપિયા હાલ પોતાની પાસે હોવાનુ જણાવતા.
મજકુર નં.(૧) ગૌત્તમભાઇ ધરમશીભાઇ મકવાણા જાતે- કોળી ઉ.વ.૨૦ ધંધો પંચરની દુકાન રહે.નાના ખુટવડા ગામ, તા.મહુવા જી.ભાવનગર વાળા પાસેથી એક લોખંડનો સળીયો જેની કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૨૩૦૦/- તેમજ એક બજાજ પ્લેટીના મોટર સાયકલ જેના આર.ટી.ઓ.રજી. નં. GJ-01-JV-1090 છે. તેની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તથા (૨) ઘર્મેન્દ્રભાઇ ઉર્ફે ધારૂ મનુભાઇ ગોહીલ જાતે- દરબાર ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે.નાના ખુટવડા ગામ, તા.મહુવા જી.ભાવનગર વાળા પાસેથી એક લોખંડનો સળીયો જેની કિ.રૂ.૦૦/૦૦ તેમજ રોકડ રૂ.૨૩૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકુર બન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે. જે અંગે બગદાણા પો.સ્ટે. ખાતે ખાત્રી કરતા ઉપરોક્ત ચોરીનો બગદાણા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૦૦૪૦૭/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૪૨૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી જકુર બન્ને આરોપીઓને બગદાણા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા

Translate »
%d bloggers like this: