BREAKING

badmer બાડમેરમાં મોટી દુર્ઘટના, કથા દરમ્યાન મંડપ પડતા 11ના મોત

BREAKING: બાડમેરમાં મોટી દુર્ઘટના, કથા દરમ્યાન મંડપ પડતા 11ના મોત
23 June 2019, 5:11 pm
રાજસ્થાનના બાડમેરમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બાડમેરમાં એક કથા દરમ્યાન મંડપ પડવાથી 12 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાએ લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે, હજુ પણ કેટલાક લોકો મંડપ નીચે દટાયા હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના બાડમેરમાં એક કથા ચાલી રહી હતી, તે દરમ્યાન કેટલાએ લોકો કથા સાંભળવા બેઠા હતા. આ સમયે અચાનક વરસાદી વાતાવરણને લઈ ઝડપી પવનના કારણે મંડપ ધરાશાયી થયો અને મંડપ નીચે રહેલા લોકો તેની નીચે દટાયા. જેમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
Dailyhunt

Jambucha Mukesh
Jambucha Mukeshbhai Mo 9714229054 Talaja-Bhavnagar jambuchamukesh62247@gmail.com
https://livecrimenews.com