બાબરા તાલુકાના સુકવડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૩૫,૨૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૧૩/૧૨/૨૦૧૯ નાં બાબરા તાલુકાનાં સુકવડા ગામની કટાળી સીમ વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમા ગંજીપત્તાના પાના વડે પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ત્રણ ઇસમો પકડાઇ ગયેલ અને ત્રણ ઇસમો નાસી ગયેલ હોય જે તમામ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

💫 *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ-*


1⃣  દેવકરણભાઈ ગાંડાભાઈ ભરોલીયા ઉ.વ.૪૦ રહે.ગોખલાણા તા.જસદણ જી.રાજકોટ
2⃣ બાબુભાઈ જીવરાજભાઈ બેરાણી ઉ.વ.૪૪ રહે.ગોખલાણા તા.જસદણ જી.રાજકોટ
3⃣ અમરશીભાઈ લખમણભાઈ મેલીયા ઉ.વ.૪૪ રહે.ગોખલાણા તા.જસદણ જી.રાજકોટ

💫 *રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ઇસમઃ-*
4⃣ ડાયાભાઈ અરજણભાઈ સરલીયા રહે.સુકવડા તા.બાબરા જી.રાજકોટ
5⃣ શૈલેષભાઈ દેવરાજભાઈ રહે. ગોખલાણા તા.જસદણ જી. રાજકોટ
6⃣ જોરૂભાઈ ભરતભાઈ સોસા રહે.સુખપુર તા.બાબરા જી.અમરેલી

💫 *પકડાયેલ મુદામાલઃ-* રોકડા રૂ.૧૦,૨૩૦/- તથા મોટર સાઇકલ નંગ-૧, કિં.રૂ.૨૫,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- તથા ટોર્ચલાઇટ કિં.રૂ.૫૦/- મળી *કુલ કિં.રૂ.૩૫,૨૮૦/-* નો મુદ્દામાલ.

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: