બાબરા તાલુકાનાં વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૨૧,૭૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે તા.૧૦/૦૮/૨૦૨૦ નાં શરૂ રાત્રીનાં બાબરા તાલુકાનાં વાવડી ગામે આવેલ ઠુમર શેરીમાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જાહેરમાં કેટલાક ઇસમો ભેગા થઇ હાર-જીતનો તીન-પત્તી નામનો પૈસા-પાનાથી જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૭ ઇસમો રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, બાબરા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
1️⃣ ભરતભાઇ શિવાભાઇ ગોસાઇ, ઉ.વ. ૪૨, રહે.વાવડી, ઠુમર શેરી તા.બાબરા
2️⃣ સંજયભાઇ છગનભાઇ ઠુમર, ઉ.વ. ૪૨, રહે.વાવડી, મહાદેવ મંદિરની પાસે તા.બાબરા.
3️⃣ યોગેશભાઇ પ્રવિણભાઇ રામોલીયા, ઉ.વ.૨૪, રહે.વાવડી, પ્લોટ વિસ્તાર તા.બાબરા
4️⃣ કિશોરભાઇ રઘુભાઇ મોણપરા, ઉ.વ. ૩૨, રહે.વાવડી, ઠુમર શેરી તા.બાબરા.
5️⃣ સુરેશભાઇ અરજણભાઇ કોલડીયા, ઉ.વ.૪૦, રહે.વાવડી, પ્લોટ વિસ્તાર તા.બાબરા
6️⃣ વિશાલભાઇ ગોબરભાઇ ઠુમર, ઉ.વ.૩૫, રહે.વાવડી, બસ સ્ટેન્ડ પાસે તા.બાબરા
7️⃣ અનુરાગભાઇ પ્રવિણભાઇ ઠુમર, ઉ.વ.૨૫, રહે.વાવડી, બસ સ્ટેન્ડ પાસે તા.બાબરા

પકડાયેલ મુદામાલઃ-
રોકડા રૂ.૨૧,૭૩૦/- તથા ગંજી-પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૨૧,૭૩૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: