બાબરાની ગાંગડીયો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના મકાને જુગારના અડ્ડામાં જુગાર રમતા ૮ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો સહિત કુલ કિં.રૂ.૨,૭૩,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૨૯/૦૫/૨૦૨૦ ના રોજ બાબરાની ગાંગડીયો સીમ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાની વાડીએ આવેલ મકાનમાં કિશોર ઉર્ફે કેસરી વશરામભાઇ રાછડીયા, રહે.બાબરા વાળો પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી, જુગાર રમવા દેવા બદલ તેમની પાસેથી નાલના પૈસા ઉઘરાવી, જુગાર રમી-રમાડે છે અને જુગારનો અડ્ડો ચલાવે છે તેવી ચોક્કસ બાતમી આધારે  અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગારના અડ્ડામાં જુગાર રમતાં ૮ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય, મોબાઇલ ફોન તથા વાહનો સાથે પકડાઇ ગયેલ હોય, આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત બિનજરૂરી ઘરની બહાર નીકળી, ચારથી વધુ વ્યક્તિઓએ ભેગા થઇ, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેર આરોગ્ય અંગે અમલમાં રહેલ વિવિધ જાહેરનામાના ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

1️⃣ કિશોર ઉર્ફ કેસરી વશરામભાઇ રાછડીયા, ઉ.વ.૩૫, રહે.બાબરા, કારેટીયા નગર
2️⃣ પ્રતાપ નનકુભાઇ વાળા, ઉં.વ.૩૯, રહે.બાબરા, રામ નગર
3️⃣ રવુભાઇ ઉર્ફ રણુભાઇ દેહાભાઇ ધાધલ, ઉં.વ.૩૬, રહે.બાબરા, જીવણપરા
4️⃣ બાબુભાઇ બેચરભાઇ કાવઠીયા, ઉ.વ.૪૩, રહે.વલારડી તા.બાબરા


5️⃣ શંભુભાઇ પ્રેમજીભાઇ મકવાણા, ઉ.વ.૪૩, રહે.બાબરા રામ નગર
6️⃣ જતીનભાઇ ઉર્ફ જીત ગોરધનભાઇ ખોખરીયા, ઉ.વ.૨૬ રહે.અમરાપરા, તા.બાબરા.
7️⃣ પંકજભાઇ બાબુભાઇ કાવઠીયા, ઉ.વ.૩૫, રહે.વલારડી, તા.બાબરા.
8️⃣ હરેશભાઇ ઉર્ફ લાલાભાઇ ધનજીભાઇ સિધ્ધપુરા, ઉ.વ.૩૪, રહે.ખાખરીયા, તા.બાબરા.

રોકડા રૂ.૧,૦૩,૪૦૦/- તથા ગંજી-પત્તાના પાના નંગ–૫૨, કિં.રૂ.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ–૮, કિં.રૂ.૩૫,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ- ૫, કિં.રૂ.૧,૩૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૭૩,૯૦૦/-

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Translate »
%d bloggers like this: