બાબરા પો.સ્‍ટે.વિસ્‍તારના નિલવળા ગામની સીમમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલા ગાંજો કુલ રૂા.૧૨,૩૧૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ તેમજ *પોલીસ મહાનિદેશક સાહેબશ્રી ગુ.રા. ગાંધીનગર* નાઓએ ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર થતી હેરા-ફેરી તથા વેચાણ અટકાવી, ગુજરાતના યુવાધનને બરબાદીના રસ્‍તે ધકેલાતું અટકાવવા માટે ઝુંબેશના ભાગ રૂપે કેફી પદાર્થોની હેરા-ફેરી, વેચાણ વિગેરે પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમો ઉપર સખ્ત રીતે કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોય, જે અન્‍વયે *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતાં ઇસમોને પકડી પાડી યુવાધનને બરબાદ થતું રોકવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અમરેલી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ. *શ્રી કે.ડી.જાડેજા* તથા પો.સબ ઇન્સ. *શ્રી મહેશ મોરી* તથા એસ.ઓ.જી. ટીમનાઓએ બાબરા પો.સ્ટે. વિસ્તારના નિલવળા ગામની સીમમાં આવેલ ઘારેશ્વર આશ્રમ હનુમાન મંદિરનાં મહંત બાલકદાસ ગુરૂશ્રી નારણદાસ ખાખીસાઘુ તથા વિજય ઉર્ફે વિજળી જોખુભાઇ થારૂ એમ બન્નેએ આશ્રમની બાજુમાં તેમનાં કબ્જા ભોગવટાવાળી જમીનમાં ગે.કા. ગાંજાનુ વાવેતર પકડી પાડેલ છે.

✨ચોક્કસ અને આધારભુત બાતમીરાહે હકિકત મળેલ હોય કે, બાબરા પો.સ્ટે. વિસ્તારમા નીલવળા ગામની સીમમાં બાબરા જવાનાં રોડ ઉપર આવેલ ઘારેશ્વર હનુમાનજીનાં મંદિરનાં મંદિરનાં મહંત બાલકદાસ ગુરૂશ્રી નારણદાસ ખાખીસાઘુએ આશ્રમની બાજુમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાવાળી જમીનમાં ગેર કાયદેસર ગાંજાનુ વાવેતર કરેલાની ચોક્કસ અને આઘારભુત બાતમીરાહે હકિકત મળેલ હોય, જે બાતમી આઘારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતાં નિલવળા ગામની સીમમાં આવેલ ઘારેશ્વર હનુમાનજીનાં મંદિરનાં આશ્રમ પાસે સર્વે નં.૨૬ વાળી જમીનનો (૧) બાલકદાસ ગુરૂશ્રી નારણદાસ ખાખીસાઘુ ઉ.વ.-૬૪, ઘંઘો-મજુરી, રહે.નિલવળા ઘારેશ્વર હનુમાન મંદિર આશ્રમ તા.બાબરા જી.અમરેલી


(૨) વિજયભાઇ ઉર્ફે વિજળી જોખુભાઇ થારૂ ઉ.વ.-૨૪, ઘંઘો-મજુરી રહે.નિલવળા ઘારેશ્વર હનુમાન મંદિર આશ્રમ તા.બાબરા જી.અમરેલીવાળાઓનો કબ્જો ભોગવટો હોય, તે જમીનમાં કપાસનાં વાવેતરમાં તથા બીજા બ્લોકમાં એક ક્યારામાં ગાંજાનું વાવેતર કરેલ હોય, જે અંગે રેઈડ દરમિયાન ઉપરોક્ત બન્ને ઈસમો હાજર મળી આવતા એન.ડી.પી.એસ એક્ટ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી તેમને અટક કરી તેનાં વિરૂધ્ધ બાબરા પો.સ્ટે., સે.ગુ.ર.નં.-૧૨૮/૨૦૧૯, એન.ડી.પી.એસ એક્ટ કલમ ૨૦(એ), ૨૦(બી), ર (સી), ૨૫ (એ), ૨૯ મુજબ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી સારૂ બાબરા પો.સ્ટે., સોંપી અપવામાં આવેલ છે.

✨ *પકડાયેલ આરોપીઓ ઃ-*
(૧) બાલકદાસ ગુરૂશ્રી નારણદાસ ખાખીસાઘુ ઉ.વ.-૬૪, ઘંઘો-મજુરી, રહે.નિલવળા ઘારેશ્વર હનુમાન મંદિર આશ્રમ તા.બાબરા જી.અમરેલી
(૨) વિજયભાઇ ઉર્ફે વિજળી જોખુભાઇ થારૂ ઉ.વ.-૨૪, ઘંઘો-મજુરી રહે.નિલવળા ઘારેશ્વર હનુમાન મંદિર આશ્રમ તા.બાબરા જી.અમરેલી

✨ *કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-*
નાના મોટા કાચા–પાકા લીલા ગાંજાનાં છોડ નંગ-૯૧૮ જેનો વજન ૨૪૬.૨૦૦ કિ.ગ્રામ જેની કિંમત રૂા.૧૨,૩૧૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

✨ *આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ ઃ-*
આ કામે પકડાયેલ આરોપી નં.-૧, વિરૂધ્ધ બાબરા પો.સ્ટે., સે.ગુ.ર.નં.-૦૮/૨૦૦૨ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૨૦(બી) વિ.મુજબનો ગુન્હો રજી. થયેલ છે. (૨) બાબરા પો.સ્ટે., સે.ગુ.ર.નં.-૨૨/૨૦૦૨ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ) મુજબનાં ગુન્હામાં સંડોવાયેલ છે. આમ, મજકુર આરોપી ગુન્હેગાર હોય, અને ગુન્હાહીત ઈતિહાસ ઘરાવે છે.

💫આમ, આ કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.ઇન્સ.શ્રી કે.ડી.જાડેજા* તથા *પો.સબ ઈન્સ. શ્રી મહેશ મોરી* તથા *એસ.ઓ.જી. ટીમને* ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલા ગાંજા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Translate »
%d bloggers like this: