બાબરા તાલુકાનાં વાંડલીયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા બે ઇસમોને કુલ કિં.રૂ.૨૨,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમે* બાબરા તાલુકાનાં વાંડલીયા ગામે જુના ચાવંડ જવાનાં રસ્‍તા ઉપરથી બે ઇસમોને મોટર સાયકલ ઉપર ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડી પાડેલ છે.

💫 *પકડાયેલ આરોપીઓઃ–*


1⃣ વજાભાઈ ગોકલભાઈ ટોટા ઉ.વ. ૨૯ રહે.વાંડળીયા તા.બાબરા જી.અમરેલી.
2⃣ કડવાભાઈ મંગાભાઈ શીરોળીયા ઉ.વ. ૩૦ રહે.વાંડળીયા તા.બાબરા જી.અમરેલી.

💫 *પકડાયેલ મુદ્દામાલઃ-*
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮, કિં.રૂ.૨,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિં.રૂ.૫૦૦/- તથા એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા કિં.રૂ. ૨૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૨૨,૯૦૦/-* નો મુદ્દામાલ.

💫 પકડાયેલ બંને ઇસમો વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: