ટાયર મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત
ટાયર મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત

મહિલાના માથા ઉપર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહિલાનું સ્થળ ઉપર જ કરૂણ મોત, એક ગંભીર.
નવાગામ (પાનુડા )ગામ પાસે ટ્રક અને સ્કુટર અકસ્માતની ઘટના
રાજપીપળા, તા.14,
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ (પાનુડા) ગામ પાસે ટ્રક અને સ્કુટર વચ્ચે અકસ્માત નડતા સ્કૂટર સવારો રોડ પાછળ નીચે પડી જતા બંનેને ગંભીર ઇજા થવા પામી હતી, જેમાં મહિલાનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બેને ગંભીર ઇજા થવા પામી હતી આ બાબતની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.
જેમાં ફરિયાદી મૂળજીભાઈ વસાવા (રહે, બાબદા નદી ફળીયુ, હાલ રહે, નિવાલ્દા મિશન ફળિયું ) એ આરોપી બોરવેલ ટ્રક GJ-3-EA-8693ના ચાલક સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી મુળજીભાઈ ની પત્ની લીલાબેન તથા અન્ય અંકિતભાઈ બાબત ગામેથી પોતાની હોન્ડા ડીઓ નંબર GJ-22-L-2581ની ગાડી લઈ પોતાના ઘરે ની રીત નિવાલ્દા મુકામે ઉપર આવતા સામેથી આવતી બોરવેલ ટ્રકનં.GJ-3-EA-8693 ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અંકિતભાઈ ની ગાડીની ગાડીને સાઈડમાં હંકારી લાવી, હોન્ડા ડીઓને ટક્કર મારી અકસ્માત કરતા લીલાબેન રોડ ઉપર પડી જતા ટ્રકના ટાયર લીલાબેન ના માથા ઉપર ફરી પડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અંકિતભાઈ ને શરીરે ઈજા પહોંચાડી ટ્રક ચાલક પોતાની ટ્રક સ્થળ ઉપર મૂકી નાસી જતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા