PRATIK MISTRY 201 INDRALOK APP OPP SUB JILLA NEAR CHAMUNDA TEA ENTER BEHIND ICICI BANK UDHANA DRVAJA - SURAT 9913518710
BREAKING Crime/Police Gujarat

*બનાસકાંઠામાં અલગ અલગ ત્રણ જગ્યાએ જુગાર રમતા 24 લોકો ઝડપાયા*

  અલગ-અલગ ત્રણ જગ્યાએ રેડ કરી ત્રણ લાખના મુદ્દામાલ સાથે 24 શખ્સોની અટકાયત કરી છે. બનાસકાંઠામાં શ્રાવણીયો જુગાર રમતા લોકો પર પોલીસ તવાઈ વરસાવી રહી છે. અને અલગ-અલગ ત્રણ જગ્યાએ રેડ કરી 3 લાખના મુદ્દામાલ સાથે કુલ 24 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.   બનાસકાંઠા જિલ્લા પોલીસ શ્રાવણીયો જુગાર રમતા રસિકોના રંગમાં […]

BREAKING Cyclone Gujarat

*શનિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, અત્યાર સુધી 87% વરસાદ*

આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યમાં ચોમાસાને વિદાયના હજી 45 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. જોકે, ધીમે ધીમે વરસાદની […]

BREAKING Crime/Police Information

*જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનો ખતરો, હાઈ એલર્ટ પર ત્રણે સેનાઓ*

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ઘાટીનો માહોલ ખરાબ કરવા માટે પાકિસ્તાનના આતંકી સંગઠન હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેને જોતા તમામ ભારતીય સેનાઓ અને સુરક્ષાદળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અધિકારીક સૂત્રો તરફથી આ જાણકારી આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રહ્મણ્યમએ કહ્યું કે, શુક્રવારની પ્રાર્થના બાદ પૂરા રાજ્યમાં સ્થિતિ સામાન્ય રહી. તેમણે […]

BREAKING Government Information

*હવે ત્રણેય સેનાઓનાં એક પ્રમુખ હશે*

  સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું એલાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ની નિમણુકથી સેનાની ત્રણેય પાંખ વચ્ચે સંકલન થશે અને અસરકારક નેતૃત્વ મળશેઃ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીની સિંહ ગર્જના…ત્રાસવાદીઓને આશ્રય આપનારાઓને ઉઘાડા પાડવાનું ભારત બંધ નહિ જ કરેઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સર્જનની જાહેરાત ૩.૩૫ લાખ કરોડના જળ જીવન મિશનની ઘોષણા વસ્તી વિસ્ફોટ પર નજર રાખવાની […]

BREAKING Politics

*અનુચ્છેદ 370 / વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે જમ્મુ-કાશ્મીરના નિર્ણય વિશે દેશને સંબોધન કરશે*

  *અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ અને રાજ્ય પુનર્ગઠન બિલ સંસદમાં પાસ* *તેના અંતર્ગત રાજ્યને બે કેન્દ્ર શાસિત રાજ્યો- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યા* *હાલ જમ્મુ-કાશ્મીરમાં નેતાઓ સહિત 500થી વધુ લોકો અટકાયતમાં છે*   નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (8 ઓગસ્ટ)ના રોજ સાંજે ચાર વાગ્યે આકાશવાણી ઉપર જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન […]

Ahmedabad BREAKING Gujarat Information

*અમદાવાદ / સોનું એક દિવસમાં રૂ. 1000 વધી 38500, ચાંદી રૂ. 43670; 29 માસની ટોચે પહોંચી*

અમદાવાદ: જિઓ ક્રાઇસીસ, ટ્રેડવોર બાદ કરન્સી વોર સર્જાતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની 1514 ડોલરની ઉંચાઇ પર પહોંચ્યું છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 800 વધી 38500ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યું છે. જ્યારે નવી દિલ્હી ખાતે સોનામાં 1113નો ઝડપી ઉછાળો આવી 37920 […]

BREAKING Crime/Police Gujarat

*રાધનપુર / બેંકના SMS એલર્ટથી વેપારીને ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.5 લાખ પાછા મળ્યા*

*રાધનપુર / બેંકના SMS એલર્ટથી વેપારીને ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.5 લાખ પાછા મળ્યા* પાટણઃ રાધનપુર વારાહીના અગ્રણી અને કોલસાના વેપારીના બેંકના ખાતામાંથી શનિવારે રૂ. 5 લાખ ઉપડી ગયાનો મોબાઇલ પર મેસેજ આવતાં જ બેંકમાં જઇ ટ્રાન્જેકશન અટકાવ્યા બાદ બેંક સત્તાધીશોએ અમદાવાદની બેંકમાં જાણ કરી ફ્રોડ થઇ રહ્યાની જાણ કરતાં ત્યાં પણ સ્ટોપ પેમેન્ટ કરાવતાં કલાકોમાં […]

BREAKING Crime/Police Government

*સંસદ LIVE / કાશ્મીર મુદ્દે અમિત શાહ રાજ્યસભામાં 11 વાગે અને લોકસભામાં 12 વાગે આપશે નિવેદન*

*સંસદ LIVE / કાશ્મીર મુદ્દે અમિત શાહ રાજ્યસભામાં 11 વાગે અને લોકસભામાં 12 વાગે આપશે નિવેદન *જમ્મુ-કાશ્મીર અનામત કાયદા સુધારણા બિલ 28 જૂને લોકસભામાં પસાર થયું હતું* *સીમા વિસ્તાર છોડનાર લોકોને 10 ટકા આરક્ષણ મળશે, 3.5 લાખ લોકોને ફાયદો થશે* નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી […]

BREAKING Cyclone Gujarat

*ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન ઉમરપાડામાં 23 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા*

*ઓલપાડ, માંગરોળ અને ઉમરપાડાની તમામ શાળાઓમાં રજા જાહેર* *એનડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે સુરતઃ છેલ્લા અઠવાડિયાથી સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને 24 કલાકમાં જ ઉમરપાડામાં 23 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું […]

BREAKING Cyclone Gujarat

*સુરતમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી 48 કલાક અતિભારે વરસાદની આગાહી*

*સુરતમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી 48 કલાક અતિભારે વરસાદની આગાહી સુરત: સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનામાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. આજે સુરતમાં સવાર-સવારમાં જ ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેર આખુંય પાણી-પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઈટ્સને પણ રદ્દ […]