જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા અને શોપિયામાં છેલ્લા 24 કલાકમાં જવાનોએ આઠ આતંકવાદીઓને ઠાર

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા અને શોપિયામાં છેલ્લા 24 કલાકમાં જવાનોએ આઠ આતંકવાદીઓને ઠાર

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા અને શોપિયામાં છેલ્લા 24 કલાકમાં જવાનોએ આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમાં પાંચ શોપિયામાં અને ત્રણ અવંતીપોરા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. બંને જગ્યાએ સર્ચ ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે શુક્રવારે સવારે આ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પમ્પોરના મેજ વિસ્તારમાં એક ઈનપુટ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જવાનોએ એક આતંકીને તો ઠાર કર્યો હતો પરંતુ અન્ય આતંકવાદીઓ ભાગીને સ્થાનિક જામા મસ્જિદમાં ઘુસી ગયા હતા. આ મસ્જિદનું કેમ્પસ ઘણું મોટું છે, તેથી જવાનો ઘણી મહેનત કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શોપિયાંના મુનાંદમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ ગુરુવારે અહીં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ઘાટીમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.શોપિયાંમાં 30 કલાક ચાલ્યું ઓપરેશન
જ્યારે શોપિયાંના મુનાંદમાં થયેલા એન્કાઉન્ટરમાં શુક્રવારે 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પહેલા ગુરુવારે અહીં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટર 30 કલાક ચાલ્યું હતું

અનંતનાગમાં એક આતંકીની ધરપકડ
બીજી તરફ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ગુરુવારે જવાનોએ એક આતંકીની ધરપકડ કરી હતી. તેની પાસેથી હથિયાર અને વિસ્ફોટક મળ્યા છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, પકડાઈ ગયેલો આતંકી કુલગામના રેદવાનીનો ઈમરાન ડાર છે. તે તાજેતરમાં જ આતંકી સગઠનમાં સામેલ થયો હતો.

આ મહિનામાં જ 35આતંકીઓને ઠાર કરવામાં આવ્યા
19 દિવસમાં આજે આ 11મું એન્કાઉન્ટર હતું. આ પહેલા 9 એન્કાઉન્ટરમાં 28 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાંથી ઓપરેટ થઈ રહેલું નાર્કો-ટેરર રેકેટ પણ પકડાઈ ગયું. આ રેકેટ આતંકીઓને ફન્ડિંગ કરતું હતું.છેલ્લા 16 દિવસમાં 9 એન્કાઉન્ટર
1 જૂનઃ નૈશેરા સેકટરમાં ઘુસણખોરીની કોશિશ કરતા 3 પાકિસ્તાની આતંકીઓ જવાનોએ ઠાર કર્યા.


2 જૂનઃ પુલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.
3 જૂનઃ પુલવામાના કંગન વિસ્તારમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા.
5 જૂનઃ રાજૌરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.
7 જૂનઃ શોપિયાંના રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
8 જૂનઃ શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકીઓ ઠાર.
10 જૂનઃ શોપિયાંના સુગૂ વિસ્તારમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર.
13 જૂનઃ કુલગામના નિપોરા વિસ્તારમાં 2 આતંકીઓ ઠાર કરનામાં આવ્યા હતા.
16 જૂનઃ શોપિયાંના તુર્કવંગમ ગામમાં 3 આતંકીઓ ઠાર

LIVE CRIME NEWS

gf

Translate »
%d bloggers like this: